Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુધરેજ વડવાળાધામમાં કળશ વિતરણ સમારોહ યોજાયો:ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળાધામ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કળશ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ ‘સમરસતા સંકલ્પ અભિયાન’ હેઠળ આયોજિત કરાયો હતો. સમારોહમાં પ્રદેશ વક્તા હિતેન્દ્રભાઈ પટેલ અને સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંગઠનોના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, પીપળીધામના મહંત મુખી મહારાજ, ગેડીયા ધામના મહંત લાલદાસ બાપુ, સાયલા લાલજી મહારાજ મંદિરના કોઠારી બાપુ, પાટડી ઉદાસી આશ્રમના મહંત મયુર બાપુ અને ગણપતિફાટસરના મહંત રામાશ્રય બાપુ સહિત અનેક સંતો-મહંતોએ હાજરી આપી હતી. જિલ્લાના તમામ ૧૬ મંડળના પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમરસતા, સામાજિક એકતા અને સમાજમાં ભાઈચારો મજબૂત બને તેવા સંકલ્પ સાથે કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના જીવન અને તેમના સમરસતા તથા માનવતાના સંદેશને યાદ કર્યો હતો. સમાજમાં એકતા અને સૌહાર્દ જાળવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગનું આયોજન:પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠન મજબૂત કરવા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો
    Next Article
    આખા શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાય તેવી સંભાવના‎:મોરબીમાં બે માસથી વેતન ન ચૂકવાતા સફાઈ કર્મીઓની હડતાળ, મહાપાલિકા સામે ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment