Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખા શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાય તેવી સંભાવના‎:મોરબીમાં બે માસથી વેતન ન ચૂકવાતા સફાઈ કર્મીઓની હડતાળ, મહાપાલિકા સામે ધરણાં

    1 day ago

    મોરબી મહાનગરપાલિકાના આશરે 100 જેટલા સફાઈ કર્મીઓએ મંગળવારે વેતન મુદ્દે અચાનક જ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા સવારથી જ શહેરમાં સફાઈ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. સફાઈ કર્મચારીઓએ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે, શહેરમાં સ્વચ્છતાની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવા છતાં બે માસથી વેતન મળ્યું નથી. એક તો ટૂંકી આવકનું વેતન હોય અને ઉપરથી બબ્બે માસ સુધી પગાર જ ન આપતા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોય એટલે તહેવારોની ઉજવણી માટે પરિવાર ખાતર ખર્ચા તો કરવા જ પડે એમ હોય પણ પગાર જ ન થાય તો તહેવારોની ઉજવણી કેવી રીતે કરી શકીશું ? તેવા સવાલોનો મારો ચલાવાયો હતો અને મનપા કચેરી ખાતે હડતાલ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો એની જાણ જ ન કરાઇ ! મહિલા સફાઈ કર્મચારીઓએ રોષભેર જણાવ્યું હતું કે, મનપાની કોન્ટ્રાક્ટ એજન્સીના કરાર આધારિત સફાઈ કામદારો કામ કરતા હોય એ એજન્સી જ મહિને પગાર ચૂકવે છે. બે મહિનાથી તેમને પગાર ન મળતા હવે છેક એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થયાની ખબર પડી છે. અત્યાર સુધી અમને કોઈ જ જાણ કરાઇ ન હતી. અમને અંધારામાં રાખી મનપાના અલગ અલગ અધિકારીઓ દ્વારા તેમની પાસેથી સફાઈ કામ કરાવાતું હતું અને તમારો પગાર થઈ જશે તેવા સતત ઉઠાં ભણાવ્યા, જો કે કામ પૂરું લેવાય અને મહેનતાણું ન ચૂકવાય તો એ કોઈ કાળે ન ચાલે. બાકી પગાર ચૂકવી દેવા એજન્સીને તાકીદ કરાઇ મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વધુ સફાઈ કર્મીઓ માટે રાજકોટની 2 એજન્સી ક્રિએટિવ મેનપાવર સોલ્યુશન્સ અને હુમા બીઝકોનને ટેન્ડર પ્રક્રિયા દ્વારા 100 - 100 સફાઈ કામદારો પૂરા પાડવાનો વર્ક ઓર્ડર આપ્યા બાદ આ કોન્ટ્રાક્ટ 12 મહિનાનો અને તેમાં 6 મહિનાના એક્સટેન્શનની જોગવાઈ નક્કી કરાઇ હોય તેમાંથી ક્રિએટિવ મેનપાવર''ની મુદત એપ્રિલ માસમાં પૂરી થઈ ગઈ હોય હવે તેમની એક્સટેન્શનની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. આ એજન્સીને તાત્કાલિક અસરથી તમામ સફાઈ કર્મીઓના બાકી પગાર ચૂકવી દેવા માટે કડક સૂચના આપી દેવાઇ છે.
    Click here to Read More
    Previous Article
    દુધરેજ વડવાળાધામમાં કળશ વિતરણ સમારોહ યોજાયો:ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન
    Next Article
    Indian-Origin Man, 40, Arrested For Groping Young Woman In Canada Park

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment