Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગનું આયોજન:પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠન મજબૂત કરવા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

    1 day ago

    ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. વિશ્વકર્માએ પક્ષના સંગઠનને વધુ મજબૂત, સશક્ત અને સતત સક્રિય બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ભાજપાના સંગઠનાત્મક માળખાને વધુ અસરકારક બનાવવાના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પક્ષની વિચારધારા અને સંગઠનના હેતુઓને લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવા માટે સતત જનસંપર્ક જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંગઠનના દરેક સ્તરે કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધે અને સ્થાનિક સ્તરે પક્ષની કામગીરી વધુ સુવ્યવસ્થિત બને તે દિશામાં પણ માર્ગદર્શન અપાયું હતું. જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ ગણાવી પરસ્પર સંકલન, શિસ્ત અને જવાબદારી સાથે કામગીરી કરવા આહ્વાન કર્યું હતું. તેમણે બદલાતા સમય સાથે સંગઠનની કામગીરીમાં નવી પદ્ધતિઓ અને સક્રિય જનસંપર્કનો સમાવેશ કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે કચ્છ જેવા વિશાળ જિલ્લામાં પક્ષના સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે સતત સંવાદ જરૂરી છે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પ્રભારી ફલજીભાઈ ચૌધરી સહિત ધારાસભ્યો અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગને આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય અને સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચેના સંવાદથી સંગઠનાત્મક કામગીરીને નવી દિશા અને ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 અંકનો ઘટાડો:77,100 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક ઘટ્યો; મેટલ અને ઓટો શેર્સમાં વધુ વેચવાલી
    Next Article
    દુધરેજ વડવાળાધામમાં કળશ વિતરણ સમારોહ યોજાયો:ગુરુ રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment