Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    65 વાહનો તપાસ્યા:શહેરમાં પોલીસની કોમ્બિંગ 71 વાહનો સામે કાર્યવાહી

    21 hours ago

    આગામી તહેવારોને ધ્યાને રાખીને જામનગર શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે જામનગર સીટી સી ડિવિઝન, LCB અને SOG પોલીસ ટીમ દ્વારા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલીંગ યોજાયું હતું. આ કામગીરી દરમિયાન પોલીસે પ્રોહીબિશનના 05, જી.પી. એક્ટ 135ના 04, એમ.વી. એક્ટ 185ના 02, BNS 285ના 02 અને BNS 281ના 02 મળી કુલ 15 જેટલા ગુના નોંધી કાયદેસરના પગલાં ભર્યા હતા. પોલીસ કાફલાએ મયૂરનગર આવાસ, અંધાશ્રમ આવાસ, વામ્બે આવાસ, દિગ્વિજય જામ સર્કલ તથા બાવરીવાસ જેવા સંવેદનશીલ વિસ્તારો ખૂંદી વળી સ્થાનિક રહીશોની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રજાજનો ભયમુક્ત માહોલમાં તહેવારો ઉજવી શકે તે માટે અસામાજિક તત્વો કે શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે ત્વરિત પોલીસને જાણ કરવા સમજાવવામાં આવ્યા હતા. ડ્રાઇવ દરમિયાન 22 MCR ઇસમ, 08 પ્રોહી બુટલેગર્સ, 03 જાણીતા જુગારી, 02 ટપોરી, 01 પાસા આરોપી અને 01 મિલકત ગુનાના આરોપી સહિતના ઇસમોનું ચેકિંગ કરાયું હતું. ઉપરાંત 65 વાહનો ચેક કરી 06 વાહનો ડીટેઇન કરાયા હતા અને ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂ.5,600નો દંડ વસૂલાયો હતો. આ સમગ્ર કામગીરી LCB/SOG PI વી.બી. ચૌધરી, સીટી સી PI એચ.વી. રાઠોડ અને તેમની ટીમો દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુવિધા:જામનગર એસટી ડિવિઝન દ્વારા તહેવાર નિમિત્તે ખાસ એકસ્ટ્રા બસનું સંચાલન કરાયું
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:સોંદરડામાં 16 પ્લોટ વેચવા માટે જૂના ખેતી રેકોર્ડના આધારે જ બોગસ વારસાઈ નોંધ ઊભી કરી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment