Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દીપડાના ખોરાક માટે ગીર જંગલથી 65 હરણ લાવવામાં આવ્યા:દીપડાઓને જંગલ બહાર આવતા રોકવા વનવિભાગનો નવતર પ્રયાસ, માંડવીના જંગલમાં 100થી વધુ દીપડા

    4 days ago

    સુરત જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી અને શહેરની હદ સુધી આવી ચઢવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત વન વિભાગ દ્વારા ગુજરાત વન વિભાગના સહયોગથી એક વિશેષ અને નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દીપડાઓને જંગલની અંદર જ કુદરતી ખોરાક મળી રહે એવા મુખ્ય હેતુ સાથે ગીરના જંગલોમાંથી ખાસ ટપકાવાળા હરણો સુરત લાવવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાયોગિક ધોરણે 50થી વધુ હરણોને સુરતની માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કર્યા છે, જેથી દીપડાઓ વન વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારો તરફ ન દોડે અને ભવિષ્યમાં માનવ તેમજ વન્યજીવો વચ્ચે થતી ઇજા કે સંઘર્ષની ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકી શકાય. માંડવી વન વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો સુરત વન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ માંડવીના જંગલોમાં હાલમાં 104 કરતાં પણ વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ વન્યજીવોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, દીપડાઓની વધતી વસ્તીની સરખામણીમાં જંગલ વિસ્તારમાં તેમના માટેનો પૂરતો ખોરાક એટલે કે નાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા મર્યાદિત બની ગઈ છે. આ વન્યજીવનની અસમતુલાને કારણે દીપડાઓ પોતાના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળીને ખોરાક મેળવવા માટે મજબૂર બન્યા છે, જેના લીધે ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ અવારનવાર બને છે. વન વિભાગ દ્વારા અગાઉ કરાયેલા પ્રયોગો અને નવી વ્યુહરચના દીપડાઓને જંગલની બહાર જતા રોકવા માટે સુરત વન વિભાગ દ્વારા આ ત્રીજો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પૂર્વે વન વિભાગ દ્વારા જંગલની અંદર જ જંગલી મરઘીઓ માટેનું એક વિશેષ બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન્યજીવોના ખોરાકની કમી પૂરી કરવા સ્પોટેડ ડિયરનું સક્સેસફુલ બ્રીડિંગ સેન્ટર પણ શરૂ કરાયું હતું. આ તમામ પ્રક્રિયાના આગામી અને મજબૂત પગલાંરૂપે હવે સીધા ગીરના સમૃદ્ધ જંગલમાંથી તૃણાહારી પ્રાણીઓને અહીં લાવીને ઓપન ફોરેસ્ટમાં છોડવાની મહત્વની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ગીરથી ત્રણ અલગ-અલગ બેચમાં સુરત લવાયા હરણ આ સમગ્ર ઓપરેશન અંગે સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ધીરજ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, દીપડાઓને રહેણાંક વિસ્તારો તરફ આવતા રોકવા વન વિભાગે જંગલમાં જ ખોરાકની સાંકળ મજબૂત કરવાનું નક્કી કર્યું હતું. ગીરના વનમાંથી ખૂબ જ તકેદારીપૂર્વક ત્રણ અલગ-અલગ બેચમાં આ હરણોને સુરત લાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બેચમાં 30 હરણ, બીજી બેચમાં 15 હરણ અને ત્રીજી બેચમાં 20 હરણોનો સમાવેશ થાય છે. આ રીતે કુલ મળીને 50થી વધુ ટપકાવાળા હરણોને માંડવીની વન્યજીવ રેન્જમાં સફળતાપૂર્વક રિલીઝ કરી દેવામાં આવ્યા છે. હરણોની ગતિવિધિ પર વોચ રાખવા હાઇટેક ટ્રેકિંગ સિસ્ટમ જંગલમાં મુક્ત કરવામાં આવેલા આ હરણો સુરતની આબોહવા અને નવા વન વિસ્તારમાં કેવી રીતે અનુકૂળ થઈ રહ્યા છે તે જાણવું વન વિભાગ માટે ખૂબ જરૂરી છે. આ માટે ડીસીએફ ધીરજ કુમારે ઉમેર્યું કે, આ હરણો જંગલમાં કઈ દિશા તરફ જઈ રહ્યા છે, તેમનું લોકેશન કયું છે અને વન્યજીવો સાથે તેમનું તાલમેલ કેવું છે, તે તમામ બાબતો પર ચોક્કસ નજર રાખવા માટે વન વિભાગ દ્વારા ખાસ ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. વન વિભાગની એક્સપર્ટ ટીમો આ હરણોની રોજિંદી ગતિવિધિઓ અને હિલચાલનું સતત મોનિટરિંગ કરી રહી છે. 'ડિસ્ટન્સ સેમ્પલિંગ' અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારવાનો લક્ષ્યાંક ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ વિશેષ પહેલનો મુખ્ય હેતુ જંગલમાં હર્બીવોર્સ (તૃણાહારી પ્રાણીઓ) ની પોપ્યુલેશનને ઓગમેંટ એટલે કે ઝડપથી વધારવાનો છે. વન વિભાગ હાલમાં હર્બીવોર્સ સેન્સસ (વસ્તી ગણતરી) નું કામ પણ કરી રહ્યું છે, જેમાં 'ડિસ્ટન્સ સેમ્પલિંગ મેથડ' અને 'ટ્રાન્ઝેક્ટ મેથડ' નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક પદ્ધતિઓથી જંગલમાં ચોક્કસ કેટલા તૃણાહારી પ્રાણીઓ ઉપલબ્ધ છે તેની સચોટ માહિતી મળશે, જેના આધારે આગામી દિવસોમાં દીપડાના શિકાર માટે જરૂરી અન્ય પ્રાણીઓની સંખ્યા વનમાં વધારવી કે કંટ્રોલ કરવી તેનો ચોક્કસ પ્લાન તૈયાર થશે. ભવિષ્યમાં આ નવતર પ્રોજેક્ટને સતત ચાલુ રખાશે: DCF ધીરજ કુમાર વન વિભાગના જણાવ્યા અનુસાર આ માત્ર શરૂઆત છે. સુરત વન વિભાગનો આ પ્રથમ તબક્કાનો પ્લાન છે, જે અંતર્ગત 50થી વધુ હરણો અત્યારે માંડવી રેન્જમાં સ્થાયી થઈ ચૂક્યા છે. એકવાર આ હરણો સુરતના જંગલના વાતાવરણમાં સંપૂર્ણપણે એસ્ટાબ્લિશ (સ્થાયી) થઈ જશે અને તેમના વંશવેલામાં કુદરતી વધારો શરૂ થશે, ત્યારબાદ આ પ્રોસેસને વન વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ કંટીન્યુઅસલી (સતત) ચાલુ રાખવામાં આવશે. આ દીર્ઘકાલીન આયોજનથી આવનારા સમયમાં સુરત જિલ્લામાં માનવ-વન્યજીવ સંઘર્ષ અને જાનમાલના નુકસાનને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાશે તેવો દ્રઢ વિશ્વાસ વન વિભાગે વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?:26/11ના આતંકીને ફાંસીના માંચડે ચડાવનાર સરકારી વકીલની વાર્તા, 'પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી'નું ટીઝર રિલીઝ
    Next Article
    સગાઈ તોડવા વકીલ મારફત નોટિસ મોકલીને ભાંડો ફૂટ્યો:રાજકોટની યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ અપાવી પ્રથમ સગાઈ તોડાવી બાદ પોતે સગાઇ કરી અવારનવાર હવસનો શિકાર બનાવી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment