Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગાઈ તોડવા વકીલ મારફત નોટિસ મોકલીને ભાંડો ફૂટ્યો:રાજકોટની યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ અપાવી પ્રથમ સગાઈ તોડાવી બાદ પોતે સગાઇ કરી અવારનવાર હવસનો શિકાર બનાવી'તી

    4 days ago

    રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં યુવકે ફરિયાદી મહિલાને તેની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી ત્‍યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી લગ્ન કરવા માટે વિશ્વાસ જતાવી રાજકોટ શહેરમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્‍યા હતા જો કે કોઈ કારણોસર યુવકે છેલ્લે લગ્નની ના પાડી દઇ સગાઇ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ એસીપી આર એસ બારીઆએ જણાવ્યું હતું કે, ગત તારીખ 23 જૂનના રોજ રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે તાલાલાના મુળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં અવધ બટુકભાઈ ગોહિલ (ઉ.વ.25) સામે લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચાર્ય અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસ દ્વારા આરોપી અવધ ગોહિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અવધ અને ફરિયાદી યુવતીને સામાજિક પ્રસંગોમાં એક બીજા સાથે ઓળખાણ થઇ હતી અને બન્ને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. ગઈ તારીખ 18.10.2025ના રોજ આરોપી અવધ ગોહિલ સાથે સંપર્કમાં આવ્યા બાદ આરોપી અવધની વાતોમાં આવી ભોગબનનાર યુવતિએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી અને અવધ ગોહિલ સાથે ફરિયાદી યુવતિની સગાઈ કરવામાં આવી હતી. આ પછી રાજકોટમાં રહી પ્રાઇવેટ નોકરી કરતી ભોગબનનાર યુવતિ સાથે ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધીના સમય દરમિયાન આરોપી અવધ ગોહિલે અવારનવાર આકાશવાણી ચોક પાસે આવેલ એક મકાનમાં શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. તાજેતરમાં આરોપી અવધ ગોહિલે પોતાની હવસ પૂર્ણ થતાં ફરિયાદી યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી તેમજ યુવતિને સગાઇ-જલવિધી તોડી નાખવા માટે વકિલ મારફત નોટીસ મોકલાવી હતી. પોલીસે મેડિકલ ચેકપ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ પછી ભોગબનનાર યુવતીને પોતાની સાથે લગ્નના નામે છેતરપીંડી થયાનું માલુમ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એચ.ચાવડા ટીમે ગુનો નોંધી આરોપી અવધ ગોહિલની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકપ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દીપડાના ખોરાક માટે ગીર જંગલથી 65 હરણ લાવવામાં આવ્યા:દીપડાઓને જંગલ બહાર આવતા રોકવા વનવિભાગનો નવતર પ્રયાસ, માંડવીના જંગલમાં 100થી વધુ દીપડા
    Next Article
    Bengaluru triple murder: Woman had schemed to ‘kill’ only her mother, father and sister’s arrival led to change of plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment