Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?:26/11ના આતંકીને ફાંસીના માંચડે ચડાવનાર સરકારી વકીલની વાર્તા, 'પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી'નું ટીઝર રિલીઝ

    4 days ago

    26/11ના મુંબઈ હુમલામાં એકમાત્ર જીવતો પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને 3 વર્ષ 11 મહિના સુધી જીવતો કેમ રખાયો? તેને વહેલી ફાંસી કેમ આપવામાં ન આવી? દરેક ભારતીયોના મનમાં ચાલી રહેલા આવા અનેક પ્રશ્નોના જવાબ આપવા માટે ફિલ્મ 'પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી' આવી રહી છે. સરકારી વકીલ ઉજ્જવલ નિકમના જીવન પર બનેલી આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. 'આપણે કસાબને કેમ ફાંસી આપી રહ્યા નથી?' ટીઝરની શરૂઆત સ્ટેન્ડ પર લટકેલા કાળા કોટથી થાય છે, જે સરકારી વકીલ ઉજ્જવલ નિકમનો છે. શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ સંભળાય છે કે, ‘યોર ઓનર, છેલ્લા દોઢ વર્ષમાં આ કેસને લઈને ઘણા બધા લોકોએ મને પ્રશ્નો પૂછ્યા છે કે જ્યારે ફોટો-વીડિયોઝમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો આપણે કસાબને ફાંસી કેમ નથી આપી રહ્યા?’ 'કસાબને મારતા નહીં' 'આપણે કેમ આટલા પૈસા, આટલો સમય એક આતંકવાદી પાછળ વેડફી રહ્યા છીએ? થોડીવાર માટે પોતાને 26/11ની રાત્રે ઇન્સપેક્ટર ગોવિલકરની જગ્યાએ રાખીને જોઈએ, જેને કસાબે ગોળી મારી. તો સ્વાભાવિક વાત છે કે ગુસ્સો ભરાયેલો હશે ગોવિલકર સાહેબમાં, અને જ્યારે ફાઇનલી કસાબને હથિયાર વિના પકડ્યો, તો ગોવિલકર સાહેબે એમ ન કહ્યું કે, ગોળી મારી દો આને... ખતમ કરો જલ્દી... પણ નહીં, તેમણે કહ્યું, 'યાલા મારુ નકા, હા એવિડન્સ આહે' (આને મારશો નહીં, આ પુરાવો છે).' કોર્ટરૂમ ડ્રામા અને રાજકુમાર રાવનો અનોખો અંદાજ આ ડાયલોગ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ બનેલા રાજકુમાર રાવ બોલી રહ્યા હોય છે. સંવાદો દરમિયાન સરકારી વકીલની અંગત જીવનનો અંશ, મુંબઈ આતંકી હુમલાના ક્રુર દ્રશ્યો, કસાબનો ઘાતકી ચહેરો જોવા મળે છે. બાદમાં કોર્ટરૂમ ડ્રામા અને ઇન્સ્પેક્ટર ગોવિલકરે કહેલા વાક્યોનો અર્થ સમજાવતા સમજાવતા ઉજ્જવલ નિકમ (રાજકુમાર રાવ)નું અચાનક ટ્રાન્સફોર્મેશન થાય છે, જ્યારે તેઓ ઊંચા પણ મક્કમ સાદે કસાબ માટે ફાંસીની સજાની માંગ કરે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મમાં લલિત પ્રભાકર અજમલ કસાબની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં અજમલ કસાબનું ઘાતકી રૂપ, જેલમાંથી બહાર નીકળવા માટે હવાતિયા મારતો છતાં 'બાદશાહ હો આપ ઇસ અદાલત કે પર લોગ મુજે દેખને આતે હૈ' જેવા સંવાદો બોલીને ઉજ્જવલ નિકમને અકડ દેખાડતો બતાવવામાં આવ્યો છે. ટીઝરમાં જયદીપ અહલાવત, વામિકા ગબ્બી, સિકંદર ખૈરની પણ ઝલક જોવા મળી રહી છે. ઉજ્જવલ નિકમ કોણ છે? સરકારી વકીલ ઉજ્જવલ નિકમે તેમના 30 વર્ષની કારકિર્દીમાં હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા છે, જેમાં 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ, ગુલશન કુમાર મર્ડર કેસ, પ્રમોદ મહાજન મર્ડર કેસનો સમાવેશ થાય છે. તેમણે 628 આજીવન કેદ અને 37 મૃત્યુદંડ અપાવ્યા છે. તેમને ભારત સરકાર દ્વારા 2016માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે? સુમીર રોય, દુષ્યંત અરોરા અને વિશાલ તિવારીએ લખેલી અને અવિનાશ અરુણના ડિરેક્શનમાં બનેલી 'પ્રહાર'માં પ્રીતમે સંગીત આપ્યું છે, જ્યારે અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતો આપ્યા છે. દિનેશ વિજનના મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'પ્રહાર' 7 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સપ્તાહ દરમિયાન એકંદરે તેજી જોવાઈ:સપ્તાહના અંતે મુખ્ય સૂચકાંકો મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા
    Next Article
    સુરતમાં દીપડાના ખોરાક માટે ગીર જંગલથી 65 હરણ લાવવામાં આવ્યા:દીપડાઓને જંગલ બહાર આવતા રોકવા વનવિભાગનો નવતર પ્રયાસ, માંડવીના જંગલમાં 100થી વધુ દીપડા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment