Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોફેશનલ ટેક્સ વસૂલવા ઝુંબેશ:મનપા દ્વારા ડૉક્ટર્સ, વકીલો, સીએ સહિતનાં 64,000 કરદાતાઓને નોટિસ, 1.41 લાખ પૈકી 55000 નિયમિત વેરો ભરે છે

    22 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવક વધારવા અને બાકી નીકળતા વેરાની વસૂલાત માટે અત્યાર સુધીનું સૌથી આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મનપાના ચોપડે નોંધાયેલા કુલ 1.41 લાખ પ્રોફેશનલ ટેક્સ ધારકોમાંથી માત્ર 55,000 લોકો જ નિયમિત વેરો ભરતા હોવાનું સામે આવતા બાકીના 86,000 માંથી પ્રાથમિક તબક્કે અંદાજે 64,000 જેટલા નાના-મોટા વ્યાવસાયિકો અને તબીબોને વેરો ચૂકવી દેવા આકરી નોટિસો ફટકારવામાં આવી રહી છે. 40 કરોડના ટાર્ગેટ સામે માત્ર 18 કરોડની આવક મનપા તંત્ર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂ. 40 કરોડ એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, વર્ષના છ મહિના વિતવા છતાં તિજોરીમાં માત્ર રૂ. 18 કરોડ જ જમા થયા છે. હજુ પણ રૂ. 22 કરોડનું મોટું ગાબડું હોવાથી દિવાળી પૂર્વે જ આ રકમ વસૂલવા માટે વેરા વિભાગે પોસ્ટ મારફતે ઘરે-ઘરે નોટિસો મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી 10 દિવસમાં તમામ 64 હજાર આસામીઓને નોટિસ બજાવી દેવામાં આવશે. બિલ્ડરો અને શો-રૂમ માલિકો પણ રડારમાં મનપાના ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણીના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ માત્ર નાના દુકાનદારો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ શહેરમાં તગડી કમાણી કરતા તબીબો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બિલ્ડરો, આર્કિટેક્ટ્સ, વકીલો, જિમ સંચાલકો, શો-રૂમ માલિકો, હોલસેલર્સ, રેસ્ટોરન્ટ અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને પણ નોટિસો અપાશે. અલગ-અલગ સરકારી વિભાગો, ગુમાસ્તાધારા અને મિલકતવેરાના ડેટાબેઝનો ઉપયોગ કરીને નોન-રજિસ્ટર્ડ વ્યવસાયીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. અને તે મુજબ અત્યાર સુધી 64000 નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. સ્થળ તપાસ અને દંડ સાથે વસૂલાતની ચેતવણી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ નોટિસ મળ્યા બાદ કરદાતાઓએ પોતાના વ્યવસાયની શરૂઆતની તારીખ, કર્મચારીઓની સંખ્યા અને અગાઉ ટેક્સ ભર્યો હોય તો તેના પુરાવા રજૂ કરવાના રહેશે. જો કોઈ કરદાતા નોટિસ મળ્યા પછી પણ જવાબ નહીં આપે, તો મનપાની ટીમ સ્થળ પર જઈને દરોડા પાડશે. વ્યવસાય શરૂ હોવા છતાં નોંધણી ન કરાવનાર કે લાંબા સમયથી ટેક્સ ન ભરનાર પાસેથી મૂળ રકમ ઉપરાંત વ્યાજ અને દંડ સાથે વસૂલાત કરાશે. આ ઉપરાંત પણ પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે પોલીસ કાર્યવાહી, મિલકત જપ્તી સહિતની જોગવાઈ છે. જોકે મોટાભાગે વ્યાવસાયિકો સામેથી ટેક્સ ચૂકવી દેતા હોવાથી હજુ સુધી આકરી કાર્યવાહી કરવાની જરૂર પડી નથી.
    Click here to Read More
    Previous Article
    LRD ભરતી: 12,733 ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તખતો તૈયાર:30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી પાંચ શહેરોમાં આયોજન
    Next Article
    શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે 3 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા વધુ 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment