Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર પોલીસ બેડામાં ફેરફાર:એક જ સ્થળે 3 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા વધુ 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    1 day ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 24 સપ્ટેમ્બરના રોજ એક સાથે વધુ 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા 2 મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય તેવા 250થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અને હજુ પણ બાકી રહેલા 100 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવશે જેનો લીથો તૈયાર છે જે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત 19 સપ્ટેમ્બરના રોજ પણ 20 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. 22 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 22 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં હેડ ક્વાર્ટર તેમજ કંટ્રોલરૂમ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની પોલીસ સ્ટેશન, કંટ્રોલરૂમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 10ની બદલી આજ રોજ જાહેર કરેલા લીથમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા કિશોરદાન ગઢવીને કંટ્રોલ રૂમમાં, હરપાલસિંહ જાડેજાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, હસમુખ સતાપરાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, મયૂરધ્વજસિંહ ઝાલાને કંટ્રોલ રૂમમાં, અનિલ ચોસલાને કંટ્રોલ રૂમમાં, રાહુલ મોરીને કંટ્રોલ રૂમમાં, સોનલ ખાંભલીયાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, કૃતિ વિશ્નુને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, પૂનમ કળોતરાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં, લાભુબેન મોઢવાડીયાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. કંટ્રોલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા 12ની બદલી જયારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા નારણભાઈ બાવળીયા, કુલદીપ મકવાણા, અલ્પેશ ઉગ્રેજા, સુધીર કંડોલિયા, હિતેન્દ્રસિંહ રાણા અને મલય પંડ્યાની હેડ ક્વાર્ટર બદલી કરવામાં આવી છે. જયારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પરમારને મહિલા પોલીસ સ્ટેશન, મહેન્દ્રસીંહ સોઢા, ભરત મુછડીયા, જયેશ અમોતિયા, જતીન સોલંકી અને કુલા દેસાઈની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ પણ વાંચો : અગાઉ પોલીસ કમર્ચારીઓની કરવામાં આવી હતી બદલી
    Click here to Read More
    Previous Article
    પ્રોફેશનલ ટેક્સ વસૂલવા ઝુંબેશ:મનપા દ્વારા ડૉક્ટર્સ, વકીલો, સીએ સહિતનાં 64,000 કરદાતાઓને નોટિસ, 1.41 લાખ પૈકી 55000 નિયમિત વેરો ભરે છે
    Next Article
    12 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા:વડોદરામાં બિરાજમાન અંદાજે 25 હજારથી વધુ પ્રતિમાઓનું રંગેચંગે વિસર્જન કરવામાં આવશે, તંત્ર દ્વારા તમામ સ્થળોએ સુચારુ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment