Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRD ભરતી: 12,733 ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તખતો તૈયાર:30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી પાંચ શહેરોમાં આયોજન

    19 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (2025-26)ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત વિવિધ કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે યોજાશે. કોલ લેટર OJAS પરથી ડાઉનલોડ થઈ શકશે દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોના ઓળખપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, અનામત કેટેગરી સંબંધિત દસ્તાવેજો તેમજ વધારાના ગુણ મેળવવા અંગેના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. Preference Formમાં પસંદગીનો ક્રમ આપવો પડશે દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ Preference Formમાં પોતાની પસંદગીનો ક્રમ નોંધાવવાનો રહેશે. તેમાં ક્રમશઃ (1) બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, (3) જેલ સિપાઈ અને (4) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (માત્ર પુરુષ)નો સમાવેશ થાય છે. દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા Preference Form અને અન્ય પ્રક્રિયાના આધારે સંવર્ગ પસંદગીની Final યાદી તૈયાર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    मालिक ने दिया वफादारी का इनाम, सुधर गया ड्राइवर और हाउसमेड का बुढ़ापा, लोगों की भर आई आंखें
    Next Article
    પ્રોફેશનલ ટેક્સ વસૂલવા ઝુંબેશ:મનપા દ્વારા ડૉક્ટર્સ, વકીલો, સીએ સહિતનાં 64,000 કરદાતાઓને નોટિસ, 1.41 લાખ પૈકી 55000 નિયમિત વેરો ભરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment