Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્ટીક સિક્કા ખરીદવાના બહાને બોલાવી વેપારીને પટ્ટા વડે ફટકાર્યો!:પાટણના 64 વર્ષીય વેપારી સાથે હનીટ્રેપ, બંધ રૂમમાં ગોંધી કપડાં ઉતરાવી વાંધાજનક ફોટા પાડ્યા; ₹4.35 લાખની લૂંટ

    9 hours ago

    પાટણના એક 64 વર્ષીય આધેડ વયના વેપારીને મહેસાણા બોલાવી, બંધ રૂમમાં બંધક બનાવીને હનીટ્રેપમાં ફસાવવાની અને લાખો રૂપિયાની લૂંટ ચલાવવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ચકચારી મામલે ભોગ બનનાર વેપારીએ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં બે મહિલાઓ સહિત પાંચ શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુનાહિત ટોળકી વિરૂદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એન્ટીક સિક્કા ખરીદવાના બહાને એપાર્ટમેન્ટમાં બોલાવ્યા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, પાટણમાં વેપાર કરતા આધેડ વયના વેપારીને ગત તારીખ 10 જુલાઈ 2026ના રોજ સાંજના સમયે એન્ટીક જૂના સિક્કા ખરીદવાના બહાને મહેસાણા ખાતે બોલાવવામાં આવ્યા હતા. આરોપીઓએ તેમને મહેસાણાના બિલાડીબાગ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટના રૂમ નંબર 9માં મોકલ્યા હતા. વેપારી જેવા રૂમની અંદર પહોંચ્યા કે તરત જ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે રૂમનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. પટ્ટા વડે માર મારી કપડાં ઉતરાવ્યા અને વાંધાજનક ફોટા પાડ્યા ત્યારબાદ રૂમમાં હાજર બે પુરુષ આરોપીઓએ વેપારીને અંદરના રૂમમાં ખાટલા પર બેસાડ્યા હતા અને નયના નામની મહિલા આરોપીને તેમની સામે નીચે બેસાડી દીધી હતી, જ્યારે અન્ય એક મહિલા થોડે દૂર ઊભી રહી હતી. આ દરમિયાન આરોપીઓએ અંદરના રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો હતો અને વેપારીને બિભત્સ ગાળો ભાંડવા સાથે પટ્ટા વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. આરોપીઓએ બળજબરીપૂર્વક વેપારીના કપડાં ઉતરાવી, તેમને મહિલા આરોપી નયનાની બાજુમાં બેસાડી દીધા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં વાંધાજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીઓએ વેપારી પાસે ત્રણ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સોનાના દાગીના અને રોકડા મળી ₹4.35 લાખ પડાવ્યા આટલેથી ન અટકતા, આરોપીઓએ વેપારીના પેન્ટના ખિસ્સામાંથી રોકડા 10 હજાર રૂપિયા તથા પાકીટમાં રહેલા દસ્તાવેજો અને વિઝિટિંગ કાર્ડ કઢાવી તેના પણ ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વેપારીના ગળામાંથી આશરે 18 ગ્રામની સોનાની રુદ્રાક્ષની માળા (કિંમત અંદાજે રૂ. 2 લાખ) તથા હાથમાંથી સોનાની બે વીંટીઓ (કિંમત અંદાજે રૂ. 1,75,000) બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. વેપારીને મુક્ત કરવા માટે આરોપીઓએ વધુ 50 હજાર રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા વેપારીએ પાટણ રહેતા તેમના મિત્ર પિયુષભાઈ પાસેથી તાત્કાલિક 50 હજાર રૂપિયા મંગાવ્યા હતા, જે રકમ અન્ય એક આરોપી મારફતે સ્વીકારી લેવામાં આવી હતી. આમ, પાંચેય આરોપીઓએ વેપારી પાસેથી કુલ 60 હજાર રૂપિયા રોકડા અને 3,75,000 રૂપિયાના સોનાના દાગીના મળી કુલ 4,35,000 રૂપિયાની મતા મારઝૂડ કરીને પડાવી લીધી હતી. પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે આરોપી વીકી, ધર્મેશ, નયનાબેન, ધર્મેશની પત્ની અને વિમલ (તમામ રહેવાસી અને પુરા સરનામા અજ્ઞાત) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ ટોળકી વિરૂદ્ધ કલમ 309(4), 308(2), 351(2), 352, 115(2) અને 54 હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ:કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ, અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ વવાયા’
    Next Article
    મહેસાણામાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ!:250 જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ ફટકારી તંત્રે સંતોષ માન્યો, મુલકી ભવન જેવી ધમધમતી બિલ્ડિંગો પણ ભયજનક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment