Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ!:250 જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ ફટકારી તંત્રે સંતોષ માન્યો, મુલકી ભવન જેવી ધમધમતી બિલ્ડિંગો પણ ભયજનક

    10 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં મોટા પ્રમાણમાં જર્જરિત અને બિસ્માર બિલ્ડિંગો આવેલી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. આ અતિ ભયજનક બિલ્ડિંગોમાં રહેતા રહીશો કે ત્યાં વેપાર-ધંધો કરતા વેપારીઓને મહાનગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવી હોવા છતાં, આ બિલ્ડિંગોનો ઉપયોગ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘણી રહેણાંક બિલ્ડિંગોની આગળ 'જાહેર ચેતવણી'ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારના બોર્ડ માત્ર કાગળ પરની શોભા બનીને રહી ગયા હોય તેમ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો હજુ પણ આ ભયજનક ઇમારતોમાં વસવાટ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે વહીવટી તંત્ર દ્વારા આવી ભયજનક બિલ્ડિંગોને માત્ર નોટિસો આપવાનો અર્થ જ શું છે. મુલકી ભવન જેવી ધમધમતી બિલ્ડિંગો પણ ભયજનક ખાસ કરીને વેપાર-ધંધાથી સતત ધમધમતી મહેસાણાની મુલકી ભવન જેવી બિલ્ડિંગોને પણ તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે, તેમ છતાં ત્યાં રોજબરોજ સેંકડો લોકોની અવરજવર વચ્ચે વેપાર-ધંધા ધમધમી રહ્યા છે. સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી રહ્યો છે એ સવાલ કે શું મહેસાણા મહાનગરપાલિકા આવી જર્જરિત અને ભયજનક બિલ્ડિંગોને ફક્ત નોટિસો પકડાવીને પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્તિ મેળવી લેવા માંગે છે? ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આવી નબળી પડેલી ઇમારતો ધરાશાયી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે, ત્યારે આ ભયજનક બિલ્ડિંગોનો સતત થઈ રહેલો ઉપયોગ કોઈ મોટી માનવસર્જિત હોનારતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે. સ્ટેબિલિટી સર્ટિફિકેટ નહીં મળે તો કનેક્શનો કપાશેઃ અધિકારી ડેપ્યુટી કમિશનર એ.બી મંડોરીએ જણાવ્યું કે, ચોમાસું શરૂ થયું છે, એના પછી અમે શહેરમાં અમારું જે સર્વેક્ષણ થયું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ બિલ્ડિંગો જર્જરિત હાલતમાં જણાતી હતી. તો એ અમે અમારી ટી.પી. શાખાના એન્જિનીયરોએ જઈ અને એમને બધાને નોટિસ આપી છે. અમે એમને એવું કીધું છે કે તમે તાત્કાલિક આ જે બિલ્ડીંગો છે, એનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ અમને રજૂ કરો. જો સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ થાય, તો પછી એ બાબતે અમે વિચારશું કે એનું આગળ શું કરવું. પ્રાયમરી કોર્પોરેશન એવું વિચાર્યું છે કે જર્જરિત બિલ્ડીંગો છે, જેનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ નહીં થાય, તો અમે એમની પ્રાયોરિટીમાં ઇલેક્ટ્રિસિટી કનેક્શનો અને પાણીના કનેક્શનો કાપી નાખશું. અત્યાર સુધીમાં 250 નોટિસો ઇશ્યૂ, સર્વેલન્સ ચાલુ જરૂર જણાશે તો એ ભયમુક્ત બિલ્ડીંગોને દૂર પણ કરશું.હાલ પૂરતી લગભગ 250 જેટલી નોટિસો આપી દીધી છે. આ રૂટીન પ્રોસેસ હજી ચાલુ છે. આગળ જતાં નવા વિવિધ આંકડાઓ આવશે, આપને જણાવશું.મુલકી ભવનને ભી જર્જરિત બિલ્ડીંગ ગણીને હાલ અમે લોકોને નોટિસ આપી છે કે ભાઈ તમે તમારું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરો.નહીં થાય તો અમે વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, ઇલેક્ટ્રિસિટી કનેક્શન, એ બધા કનેક્શનો કાપી લેશું. જરૂર જણાશે તો ભયમુક્ત બિલ્ડીંગ કોર્પોરેશન એમના ખર્ચે દૂર કરશે.
    Click here to Read More
    Previous Article
    એન્ટીક સિક્કા ખરીદવાના બહાને બોલાવી વેપારીને પટ્ટા વડે ફટકાર્યો!:પાટણના 64 વર્ષીય વેપારી સાથે હનીટ્રેપ, બંધ રૂમમાં ગોંધી કપડાં ઉતરાવી વાંધાજનક ફોટા પાડ્યા; ₹4.35 લાખની લૂંટ
    Next Article
    રથયાત્રા પૂર્વે કડક ચેકિંગના દાવા ફેઈલ:રાજસ્થાનથી 300 કિ.મી. કાપીને અમદાવાદ પહોંચેલી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment