Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પૂર્વે કડક ચેકિંગના દાવા ફેઈલ:રાજસ્થાનથી 300 કિ.મી. કાપીને અમદાવાદ પહોંચેલી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ

    11 घंटे पहले

    આગામી દિવસોમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો મહોત્સવ આવી રહ્યો છે, જેને પગલે ગુજરાતના સરહદી વિસ્તારો અને હાઈવે પર પોલીસનું ચુસ્ત ચેકિંગ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કડક સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલેચા ગામથી આશરે 300 કિલોમીટરનું અંતર કાપી, ગુજરાતના ત્રણ જિલ્લાની પોલીસ ચોકીઓ વટાવીને છેક અમદાવાદના ઘાટલોડિયા સુધી વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચી ગયો હતો. જો કે, કમિશનરની પીસીબી સ્ક્વોડ (PCB Squad)ની ટીમે સમયસૂચકતા વાપરીને આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સોસાયટીના પાર્કિંગમાંથી 1,046 નંગ નાની-મોટી વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પીસીબીની ટીમને મળી હતી ચોક્કસ બાતમી પીસીબીના પીઆઇ જે.પી.જાડેજા અને તેમની ટીમને એક ગુપ્ત અને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ફાઇવ પેટલ્સ હોટલની સામે ભાગ્યોદય સોસાયટી વિભાગ-1 માં જોગણી માતાના મંદિર પાસેના પાર્કિંગમાં એક સ્વીફ્ટ ગાડીમાં કેટલાક શખ્સો વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક ભાગ્યોદય સોસાયટીના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરે ₹10,000ના પગાર પર રાખ્યો હતો માણસ પોલીસે કબજે કરેલા મુદ્દામાલની ગણતરી કરતા કારમાંથી કુલ 1,046 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 5.51 લાખ થાય છે. પોલીસે આ મામલે સોલા વિસ્તારમાં આવેલા હરીવિલા બંગલોઝમાં રહેતા મુખ્ય આરોપી શુભમ વોરાની કડક પૂછપરછ હાથ ધરી હતી. શુભમે કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો તેણે જ મંગાવ્યો હતો. આ ગેરકાયદેસર કામમાં મદદ કરવા અને મજૂરી કામ માટે તેણે ગુલાબ ગોપાલજી ડાભી નામના શખ્સને દર મહિને 10,000 રૂપિયાના ફિક્સ પગાર પર નોકરીએ રાખ્યો હતો. ત્રણ જિલ્લાની સરહદો વટાવી કાર ઘાટલોડિયા પહોંચી પૂછપરછમાં દારૂની તસ્કરીના રૂટ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા રાજસ્થાનના બે આરોપીઓ કૌશલ અહારી તથા અનિલ ડામોર આ દારૂનો જથ્થો ઉદયપુર જિલ્લાના નયા ગામ તાલુકાના બલેચા ગામે આવેલા સુરેશભાઈ નામના વ્યક્તિના દારૂના ઠેકા પરથી ગાડીમાં ભરીને લાવ્યા હતા. તેઓ રાજસ્થાનથી નીકળી બીછીવાડા થઈને ગુજરાતની શામળાજી બોર્ડર પરથી પ્રવેસ્યા હતા. ત્યાંથી હિંમતનગર અને ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડા થઈને એસ.પી. રિંગ રોડ પકડ્યો હતો. ત્યારબાદ એસ.જી. હાઇવે થઈને છેક ઘાટલોડિયા સુધી આ દારૂ ભરેલી કાર કોઈ પણ રોકટોક વગર પહોંચી ગઈ હતી. આ જથ્થો ઘાટલોડિયાના સ્થાનિક બુટલેગર રવિ પ્રધાનજી ઠાકોર અને અર્જુન ઠાકોરને વેચાણ માટે આપવાનો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે તમામને દબોચી લીધા હતા. રથયાત્રાના કડક નાઈટ ચેકિંગ વચ્ચે દારૂની એન્ટ્રી થતાં પોલીસ તંત્ર સામે સવાલો ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી આટલા મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે રથયાત્રા જેવા મોટા તહેવારને લઈને સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પોલીસનું કડક નાઈટ ચેકિંગ અને સ્પેશિયલ ડ્રાઈવ ચાલતી હોય, ત્યારે વિદેશી દારૂથી ખિચોખિચ ભરેલી ગાડી 300 કિલોમીટર સુધી ત્રણ જિલ્લા પસાર કરીને છેક શહેરની મધ્ય સુધી કેવી રીતે પહોંચી ગઈ? બોર્ડર પર તૈનાત પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યા હતા? આ બાબત પોલીસ તંત્રની કામગીરી અને હાઈવે પેટ્રોલિંગ સામે મોટા સવાલો ઊભા કરે છે. હાલ પોલીસે ઘાટલોડિયાના સ્થાનિક બુટલેગરો અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર સુરેશને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ!:250 જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ ફટકારી તંત્રે સંતોષ માન્યો, મુલકી ભવન જેવી ધમધમતી બિલ્ડિંગો પણ ભયજનક
    Next Article
    સુરેન્દ્રનગર જિ. મહેસૂલ કર્મચારી મંડળની નવી કારોબારી બિનહરીફ ચૂંટાઈ:હરપાલસિંહ ડોડીયા ત્રીજી વખત પ્રમુખ બન્યા, અન્ય પદાધિકારીઓની વરણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment