Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિ. મહેસૂલ કર્મચારી મંડળની નવી કારોબારી બિનહરીફ ચૂંટાઈ:હરપાલસિંહ ડોડીયા ત્રીજી વખત પ્રમુખ બન્યા, અન્ય પદાધિકારીઓની વરણી

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળની નવી કારોબારીની બિનહરીફ વરણી પૂર્ણ થઈ છે. જેમાં વઢવાણના હરપાલસિંહ પ્રભાતસિંહ ડોડીયાની સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. હરપાલસિંહ ડોડીયા જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાયા છે, જે તેમના નેતૃત્વ અને કર્મચારી વર્ગમાં રહેલા વિશ્વાસનું પ્રતિબિંબ દર્શાવે છે. આ ઉપરાંત, તેમની રાજ્ય મહામંડળમાં ઉપપ્રમુખ તરીકે પણ નિયુક્તિ કરવામાં આવી છે. નવી કારોબારીમાં મહામંત્રી તરીકે જયેન્દ્રસિંહ મસાણી, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ આચાર્ય, મંત્રી તરીકે આશિષભાઈ સોલંકી, સહમંત્રી તરીકે રાહુલભાઈ જોશી, ખજાનચી તરીકે અનિરુદ્ધસિંહ નકુમ તેમજ મહિલા પ્રતિનિધિ તરીકે ગાયત્રીબેન મોરીની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ નવી કારોબારીને જિલ્લા તેમજ રાજ્યભરના મહેસૂલ કર્મચારીઓ અને વિવિધ આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, જેને પગલે મહેસૂલ કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા પૂર્વે કડક ચેકિંગના દાવા ફેઈલ:રાજસ્થાનથી 300 કિ.મી. કાપીને અમદાવાદ પહોંચેલી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ
    Next Article
    Gujarat Breaking News | 2 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment