Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ:કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ, અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ વવાયા’

    15 hours ago

    અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે (12 જુલાઈ, 2026) રવિવારના રોજ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ મેગા ઈવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ રોપવામાં આવ્યા છે. ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપતા હેરિટેઝ પાર્ક અને 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું પણ અમિત શાહે લોકાર્પણ કર્યું. ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTS નેટવર્કમાં 80 નવી એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોની શરૂઆત કરાઈ છે. આ સાથે જ AMTSમાં પણ નવી 75 એસી બસોનો ઉમેરો થયો છે. આજથી BRTSમાં એકપણ પ્રદુષણ ઓકતી બસ નહીં. તમામ બસો ઈલેક્ટ્રીક થઈ ગઈ છે. આ વિવિધ લોકાર્પણની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી હસ્તે સરકારી કર્મચારીઓ માટે રૂ. 60.68 કરોડના ખર્ચે બનેલા 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે ગૃહમંત્રી ભાડજ, બોપલ અને વાડજ જેવા વિવિધ વિસ્તારોમાં રૂબરૂ સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં પણ ભાગ લેશે. ત્રણેય લોકસભા બેઠકોમાં અલગથી 50 લાખ વૃક્ષ વાવવાનું મહાઅભિયાનઃ અમિત શાહ સાન્યસ સિટી ખાતેના કાર્યક્રમમાં 101 ઓક્સિજન પાર્ક સહિતના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્ણ કર્યા બાદ સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આજે હું અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માગું છું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજના એક જ દિવસમાં આપણા નગરજનોએ મળીને 1 કરોડ 25 લાખ વૃક્ષો રોપિત કરવાનું ભગીરથ કામ કર્યું છે, જ્યારે અમદાવાદ શહેરની ત્રણેય લોકસભા બેઠકોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન હાથ ધરાયું છે. ‘મિટિંગમાં મને કોઈએ હા કે ના નહોતી પાડી, પણ જનતાએ વિચારને સાકાર કરી બતાવ્યો’ વધુમાં ઉમેર્યું કે, થોડા સમય પહેલા જ્યારે મેં મિટિંગમાં સવા કરોડ વૃક્ષો વાવવાનો આ વિચાર મૂક્યો હતો, ત્યારે કોઈએ હા કે ના નહોતી પાડી. વિચાર્યું હશે અમિત શાહને કેમ ના પાડવી, પરંતુ આજે જનતાએ તેને સાકાર કરી બતાવ્યો છે. જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તે 100 વર્ષથી વધુ આયુષ્ય વાળા છે, જે તમારા સંતાનો માટે પણ ફાયદાકારક હશે. આ વૃક્ષો થકી પક્ષીઓને પણ ખોરકની શોધમાં જવું નહીં પડે, વડલા સહિતના વૃક્ષોમાંથી જ ખોરાક મળી રહેશે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પૂરા ભારતમાં ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ નો નારો આપ્યો છે, જેથી આપણે આપણી જનની (માતા) અને ધરતીમાતા બંનેની યાદમાં એક-એક વૃક્ષ વાવીએ. મને એ વાતનો ગર્વ છે કે ભારત સરકારની સેન્ટ્રલ પેરા મિલિટ્રી ફોર્સે (અર્ધસૈનિક દળો) સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ ગઈકાલે જ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ‘2029ની ચૂંટણી સુધીમાં આ ક્ષેત્રમાં 20% ગ્રીનરી વધારવાનો વ્યક્તિગત સંકલ્પ’ પર્યાવરણની સુરક્ષા આજે અનિવાર્ય બની ગઈ છે, કારણ કે વધતા જતા વાહનોના ઉપયોગને લીધે કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન ખૂબ વધ્યું છે. આ પ્રદૂષણને કારણે સૂર્યના હાનિકારક કિરણોને રોકતા ઓઝોનના સ્તરમાં 100-100 કિલોમીટરના મોટા ગાબડા પડ્યા છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગાંધીનગરમાં પહેલાં માત્ર 12 પાર્ક હતા, જેની સામે આજે 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું છે. સમગ્ર અમદાવાદમાં AMC દ્વારા 101 ઓક્સિજન પાર્ક લોકાર્પિત કરાયા છે. આ અદ્ભુત આયોજન માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર હિતેશ બારોટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. AMCએ દરેક નાગરિકના ઘર સુધી વૃક્ષો વાવવા માટે પ્લાન્ટ પહોંચે તેવી ગાડીઓની પણ વિશેષ વ્યવસ્થા કરી છે. મેં પોતે પણ વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં આ ક્ષેત્રમાં 20% ગ્રીનરી (હરિયાળી) વધારવાનો વ્યક્તિગત સંકલ્પ લીધો છે. ‘દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવનાર ગાંધીનગર મત વિસ્તાર’ પર્યાવરણની સાથે-સાથે ગ્રીન એનર્જીમાં પણ આપણું ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. આજે સમગ્ર દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ક્યાંય લાગ્યા હોય તો તે ગાંધીનગર મત વિસ્તાર છે. આ ઉપરાંત, પ્રદૂષણ ઘટાડવાના ભાગરૂપે આજે નવી ઇલેક્ટ્રિક બસો પણ કામે લાગી છે, જે કાર્બનનું ઉત્સર્જન અટકાવશે અને આ સાથે જ બધી ઇલેક્ટ્રિક બસોનું કામ આજે પૂરું થયું છે. મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ પૂર્ણ થઈ જશે. વિકાસની વાત કરીએ તો, આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીમાં કુલ 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજે પૂરા થયા છે. વૃક્ષો વાવવામાં એક પણ ખુણો બાકી ન રહે તેવી અપીલ અમિત શાહે આગળ કહ્યું કે, અંતમાં હું જનતાને બે વિશેષ અપીલ કરું છું કે, તમારી સોસાયટીનો એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ન રાખતા, ત્યાં વૃક્ષ રોપો જેથી આવનારી પેઢી માટે આ પૃથ્વી જીવવા લાયક બની રહે. બીજી વિસ્તારનું એક પણ ઘર એવું ન હોવું જોઈએ કે જેના પર સોલાર રૂફટોપ ન લાગેલું હોય. ચાલો, સાથે મળીને આપણા વિસ્તારને ગ્રીન અને ક્લીન બનાવીએ. વૃક્ષોની ઝીણામાં ઝીણી વિગતોનું ટ્રી કેર એપ દ્વારા ટ્રેકિંગ વૃક્ષોની નોંધણી: જેમાં વૃક્ષનો પ્રકાર, તેના RFID કોડ અને તેના સ્વાસ્થ્યની સ્થિતિ જેવી પાયાની માહિતી ઉમેરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષનું સરનામું, તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન , ઊંચાઈ, વ્યાસ(ડાયામીટર) અને ઉંમર જેવી વધુ વિગતો પણ એડ કરાશે.. તેની સાથે સાથે વૃક્ષના ફોટો પણ અપલોડ કરી તમામ જાણકારી રાખવામાં આવશે. મેઇન્ટેનન્સ લોગ: વૃક્ષોની જાળવણી માટેની તમામ વિગતો અહીં નોંધવામાં આવે છે. RFID કોડ સ્કેન કરીને તમે વૃક્ષની જાળવણીનો પ્રકાર (જેમ કે કાપણી, પાણી પાવું, ખાતર નાખવું, પેસ્ટ કંટ્રોલ કે હેલ્થ ચેકઅપ), તારીખ, ટેકનિશિયનનું નામ અને કામનું વર્ણન કરવામાં આવ્યું હશે. સ્ટેટસ: મેઇન્ટેનન્સની સ્થિતિ (પેન્ડિંગ, ઇન પ્રોગ્રેસ અથવા પૂર્ણ), ખર્ચ અને આગામી મેઇન્ટેનન્સની ડેટ જેવી માહિતી સરળતાથી અપડેટ કરી શકાય છે. વૃક્ષના આરોગ્ય અંગેની તમામ બાબતો સીધી 'TreeCare' મેનેજમેન્ટ ડેશબોર્ડમાં જોઈ શકાશે. મેપમાં શું શું છે? 1. વૃક્ષોનું સ્વાસ્થ્ય અને સ્થિતિનું રેટિંગ 2. ઉત્તમ 3. સારી 4. મધ્યમ મેપ પરના કોઈ પણ વૃક્ષ પર ક્લિક કરો એટલે તમામ માહિતી આવી જશે. કલર કોડ દ્વારા નકશા પર દરેક વૃક્ષની સ્થિતિને ઓળખવામાં આવે છે (દા.ત. ગ્રીન એટલે સારી અને ઓરેન્જ એટલે મધ્યમ સ્થિતિ).
    Click here to Read More
    Previous Article
    Hormuz में जहाज पर Iran का हमला, Bharat ने दिया कड़ा जवाब | Oman| Iran-America Conflict |Iran-US War
    Next Article
    એન્ટીક સિક્કા ખરીદવાના બહાને બોલાવી વેપારીને પટ્ટા વડે ફટકાર્યો!:પાટણના 64 વર્ષીય વેપારી સાથે હનીટ્રેપ, બંધ રૂમમાં ગોંધી કપડાં ઉતરાવી વાંધાજનક ફોટા પાડ્યા; ₹4.35 લાખની લૂંટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment