Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં 64 નાયબ સેક્શન અધિકારીઓને સરકારની ભેટ:સેક્શન ઓફિસર તરીકે બઢતી સાથે ઈન-સીટુ પ્રમોશન; પગાર ધોરણ લેવલ-7માંથી લેવલ-8માં અપગ્રેડ

    19 hours ago

    દિવાળી પહેલાં ગુજરાત સરકારના સચિવાલયમાં ફરજ બજાવતા 64 નાયબ સેક્શન અધિકારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે 6 નવેમ્બરના રોજ આદેશ કરીને સચિવાલય સંવર્ગના 64 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન ઓફિસર વર્ગ-2 તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી દિવાળી પહેલાં જ અધિકારીઓને પ્રમોશનની ભેટ મળી છે. સરકારના આદેશ મુજબ, નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 (પગાર ધોરણ ₹ 39,900થી 1,26,100, પે મેટ્રિક્સ લેવલ-7)ને સેક્શન ઓફિસર વર્ગ-2 (પગાર ધોરણ ₹ 44,900થી 1,42,400, પે મેટ્રિક્સ લેવલ-8)ના પગાર ધોરણમાં ઈન-સીટુ બઢતી આપવામાં આવી છે. એટલે કે, અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સાથે ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળશે. હાલ જે વિભાગમાં ત્યાં જ ફરજ પર બઢતી આ બઢતીની ખાસ વાત એ છે કે, અધિકારીઓને હાલ જે વિભાગ કે કચેરીમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી છે, ત્યાં જ સેક્શન ઓફિસર તરીકે કામગીરી બજાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે તેમની હાલની જગ્યાને હંગામી ધોરણે સેક્શન ઓફિસર સંવર્ગમાં અપગ્રેડ ગણવામાં આવશે. જ્યારે સંબંધિત અધિકારીને સેક્શન ઓફિસરની નિયમિત જગ્યા પર નિયુક્ત કરવામાં આવશે અને તેઓ ત્યાં હાજર થશે ત્યારે હાલની જગ્યાને ફરી નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ ગણવામાં આવશે. અનેક વિભાગોના અધિકારીઓને લાભ આ બઢતીનો લાભ સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, નાણા વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓને મળશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ આદેશથી સચિવાલયના 64 અધિકારીઓને દિવાળી પહેલાં પ્રમોશનનો લાભ મળતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના 52 નગરસેવકોનું 6 મહિનાનું વેતન અટક્યું:શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા
    Next Article
    જૂનાગઢ દરગાહ કેસમાં મુજાવર અને પુત્ર જેલભેગા:5 પોલીસ અધિકારીઓની ટીમ તપાસ કરશે, યુવતી પર દુષ્કર્મ બાદ ધર્મ પરિવર્તનની કલમો ઉમેરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment