Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના 52 નગરસેવકોનું 6 મહિનાનું વેતન અટક્યું:શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા

    21 hours ago

    દિવાળી જેવા પવિત્ર અને ખુશીના તહેવારો નજીક આવી ગયા છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નવસારી મહાનગરપાલિકાના નગરસેવકોને છેલ્લા છ-છ મહિનાથી માનદવેતન ન મળ્યું હોવાનો મામલો સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પ્રજાના પ્રતિનિધિઓને જ સમયસર વેતન ન મળતાં તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યાપ્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક બારોટના તંત્ર પર પ્રહારો આ મુદ્દે આક્રમક વલણ અપનાવતાં નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર ટાણે પણ નગરસેવકોને હજુ સુધી તેમનું હકનું માનદવેતન ચૂકવવામાં આવ્યું નથી. મહાનગરપાલિકાની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે માનદવેતનની ફાઈલો મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે. તંત્ર સામે 'તાયફા' કરવાનો ગંભીર આરોપ તહેવારોના સમયે નગરસેવકોને વેતન ચૂકવવામાં થઈ રહેલા વિલંબ અંગે રોષ વ્યક્ત કરતાં કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું હતું કે આ સ્થિતિ સાબિત કરે છે કે સત્તાધીશો અને વહીવટી તંત્રને પ્રજાકીય પ્રશ્નો કે પ્રતિનિધિઓની મુશ્કેલીઓમાં કોઈ રસ નથી. પાલિકા તંત્ર માત્ર અને માત્ર ઉત્સવો ઉજવવામાં અને 'તાયફા' કરવામાં જ મશગૂલ હોવાનો તેમણે સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પ્રકાશ રાજે SIR વિરુદ્ધ મોરચો ખોલ્યો:નાની દિવાળી પર કોચીમાં પ્રદર્શનની જાહેરાત; BJP નેતા બોલ્યા- UAPA હેઠળ કાર્યવાહી થવી જોઈએ
    Next Article
    દિવાળી પહેલાં 64 નાયબ સેક્શન અધિકારીઓને સરકારની ભેટ:સેક્શન ઓફિસર તરીકે બઢતી સાથે ઈન-સીટુ પ્રમોશન; પગાર ધોરણ લેવલ-7માંથી લેવલ-8માં અપગ્રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment