Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રકાશ રાજે SIR વિરુદ્ધ મોરચો ખોલ્યો:નાની દિવાળી પર કોચીમાં પ્રદર્શનની જાહેરાત; BJP નેતા બોલ્યા- UAPA હેઠળ કાર્યવાહી થવી જોઈએ

    21 hours ago

    ફિલ્મોમાં દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર રાજકીય નિવેદનને લઈને ચર્ચામાં છે. તેમણે ચૂંટણી પંચની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સામે મોરચો ખોલ્યો છે. પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને 7 નવેમ્બરે કેરળના કોચીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક સંગઠનોને લોકશાહી અને મતદાનના અધિકારોની રક્ષા માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવવાનું કહ્યું છે. બીજી તરફ, BJP પ્રવક્તા KVS હરિદાસે તેમની અપીલનો જવાબ આપ્યો છે. તેમણે પ્રકાશ રાજને કેરળમાં પ્રવેશ ન આપવા અને UAPA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. SIR સામે પ્રકાશ રાજે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો સંદેશો શેર કર્યો. તેમાં તેમણે 7 નવેમ્બરે કોચીમાં યોજાનારા પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કોચીના જંતર-મંતર ખાતે SIR વિરુદ્ધ પ્રદર્શન યોજાશે. તેમાં વિદ્યાર્થીઓ, યુવાનો, સિવિલ સોસાયટી અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ એકત્રિત થશે. પ્રકાશ રાજે લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરી. તેમણે કહ્યું કે લોકશાહીને બચાવવા માટે સૌએ એકજૂથ થઈને અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અને ચૂંટણી પંચને જણાવવું પડશે કે લોકશાહીની હત્યા સહન કરવામાં આવશે નહીં. BJP પ્રવક્તા KVS Haridasએ કેરળમાં પ્રવેશ પર રોક લગાવવાની માંગ કરી પ્રકાશ રાજની અપીલ બાદ ભાજપના પ્રવક્તા KVS હરિદાસે નિશાન સાધ્યું. તેમણે કોચીમાં યોજાનારા CJPના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા. હરિદાસે દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે તાજેતરમાં CJPના નેતાઓને મળતા ભંડોળની માહિતી રજૂ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, એક નેતાને ભારતવિરોધી અમેરિકન તાકતો પાસેથી ભંડોળ મળ્યું હતું, જ્યારે બીજા નેતાને કથિત રીતે પાકિસ્તાનના નેતાઓ પાસેથી પૈસા મળ્યા હતા. ભાજપના નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું કેરળ સરકારે આવા લોકોને સમર્થન આપવું જોઈએ અને રાજ્યની પોલીસે તેમને અશાંતિ ફેલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે કેરળ સરકાર અને પોલીસને પ્રકાશ રાજને રાજ્યમાં પ્રવેશ ન આપવા અપીલ કરી. સાથે જ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPA હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી. SIR પ્રક્રિયા શું છે, જેનો વિરોધ થઈ રહ્યો છે? SIR એટલે સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન, ચૂંટણી પંચની મતદાર યાદીની વિશેષ સઘન તપાસ અને સુધારણા પ્રક્રિયા છે. આ અંતર્ગત યાદીમાં નોંધાયેલા નામોનું ચકાસણી કરવામાં આવે છે, જેથી તેને અપડેટ કરી શકાય. આ પ્રક્રિયા અંગે વિપક્ષી દળો અને કેટલાક સામાજિક સંગઠનોએ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે તેના કારણે પાત્ર મતદારોનાં નામ પણ યાદીમાંથી દૂર થઈ શકે છે. આ જ કારણસર મતાધિકાર અને લોકતાંત્રિક અધિકારોને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનકારીઓ SIR પ્રક્રિયા રદ કરવાની અને મતદારોના અધિકારોની સુરક્ષાની માંગ કરી રહ્યા છે. CJP અગાઉ દિલ્હીના જંતર-મંતર પર પણ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે કોચ્ચિમાંનું પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે CJPના નેતાઓએ અગાઉ દિલ્હીમાં SIR વિરુદ્ધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. CJP એટલે કે કૉક્રોચ જનતા પાર્ટીના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી. પ્રદર્શનની મંજૂરી અને જંતર-મંતરને નિર્ધારિત પ્રદર્શન સ્થળ પરથી હટાવવામાં આવવા અંગે વિવાદ થયો હતો. આ દરમિયાન પાર્ટીના કેટલાક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. બાદમાં પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાના મામલે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડ કરવામાં આવી હતી. બંને લગભગ એક અઠવાડિયા સુધી ન્યાયિક કસ્ટડીમાં રહ્યા અને 21 ઑક્ટોબરે મુક્ત થયા. હવે CJPએ કેરળના કોચ્ચિમાં પ્રદર્શન યોજવાનો નિર્ણય કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    NASA Astronaut Anil Menon Completes Nearly 7-Hour Spacewalk To Install Final Solar Array
    Next Article
    નવસારીના 52 નગરસેવકોનું 6 મહિનાનું વેતન અટક્યું:શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment