Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં 630 કરોડના ખર્ચે 1400થી વધુ સોલારપંપ અપાયા:મનસુખ વસાવાએ કહ્યું- 'સોલાર પંપથી જિલ્લા અને દેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો'

    2 days ago

    રાજપીપળાના એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમમાં પી.એમ. સોલાર યોજના અંગે ખેડૂતોને માહિતગાર કરવા એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, સોલાર પંપ દ્વારા જિલ્લા અને દેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો છે. નર્મદા જિલ્લામાં 630 કરોડ રૂપિયાના ખર્ચે 1400થી વધુ સોલાર પંપ ખેડૂતોને પૂરા પાડવામાં આવ્યા છે. સૂર્યકિરણ સોલાર કંપની દ્વારા નર્મદા જિલ્લા સહિત અન્ય રાજ્યોમાં પણ સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ, જ્યાં વીજળી પહોંચી શકતી નથી તેવા દૂરના અને વન વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સોલાર મોટર પંપ સિસ્ટમ મફતમાં પૂરી પાડવામાં આવે છે. વન વિસ્તાર સિવાયના ખેડૂતોને 60% સબસિડી સાથે સોલાર પંપ આપવામાં આવે છે. દેડિયાપાડા, ખાડુપા, ડાંગ અને પરાડા જેવા વિસ્તારોમાં 1200થી વધુ સોલાર પંપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત, વીજળીના ખર્ચમાં ઘટાડો કરવા માટે “પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના” પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેથી પરિવારોને સૌર ઊર્જાનો લાભ મળે અને વીજળીના ખર્ચમાં બચત થઈ શકે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા, કમલેશ વસાવા અને સોલાર પેનલના ગૌતમ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સારી કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    CJPનું સંસદ માર્ચ ગેરકાયદે હતું: દિલ્હી પોલીસ:સુપ્રીમ કોર્ટમાં કહ્યું- જંતર-મંતર પર આરોપીઓ સામેલ હતા, બેરિકેડ તોડ્યા; પણ અમે વધારે બળપ્રયોગ નથી કર્યો
    Next Article
    ગઢડા મંદિરે ગોપીનાથજીને વિશેષ વાઘાનો શણગાર:આચાર્ય રાકેશપ્રસાદજીના જન્મદિને વિશેષ ઉત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment