Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી ચૂંટણી માટે 6284 કર્મચારી, 2672 પોલીસ સ્ટાફ ફરજ પર:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે તૈનાત

    5 days ago

    અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતની 34, 11 તાલુકા પંચાયતની 186 અને 6 નગરપાલિકાની 174 બેઠકો માટે આગામી રવિવારે, 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલ, 2026ના રોજ સવારે 9 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 6,284 પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓ તથા 2,672 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે 5,201 કર્મચારીઓ અને 2,257 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણી માટે 1,083 કર્મચારીઓ અને 415 પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, 11 તાલુકા પંચાયતની કુલ 190 બેઠકો પૈકી 4 બેઠકો (જાફરાબાદ તાલુકાની બારપટોળી, રોહીસા, વઢેરા અને બાબરા તાલુકાની ચમારડી) બિનહરીફ જાહેર થઈ છે. બાકીની 186 બેઠકો પર 553 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર 103 ઉમેદવારો મેદાનમાં છે. 6 નગરપાલિકાઓ પૈકી ઘારી નગરપાલિકામાં વોર્ડ નંબર 3 સંપૂર્ણપણે બિનહરીફ થયો છે. અન્ય તમામ નગરપાલિકાઓના દરેક વોર્ડમાં ચૂંટણી યોજાશે, જેમાં કુલ 461 હરીફ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સુચારુ આયોજન અંગે માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લાના મતદારોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને ભાગ લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં 26 એપ્રિલે મતદાન, 28મીએ મતગણતરી:કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી
    Next Article
    ઉમરગામ હિટ એન્ડ રનનો કાર ચાલક ઝડપાયો:બે મોટરસાયકલ સવારોને અડફેટે લીધા બાદ ફરાર થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment