Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામ હિટ એન્ડ રનનો કાર ચાલક ઝડપાયો:બે મોટરસાયકલ સવારોને અડફેટે લીધા બાદ ફરાર થયો હતો

    4 days ago

    ઉમરગામ GIDC વિસ્તારમાં ગોળ કેન્ટીન ચાર રસ્તા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર થયેલા ઈકો કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. કાર ચાલકે બે મોટરસાયકલ સવારોને અડફેટે લીધા બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં બે મોટરસાયકલ સવારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઈકો કાર ચાલકને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી ચૂંટણી માટે 6284 કર્મચારી, 2672 પોલીસ સ્ટાફ ફરજ પર:જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે તૈનાત
    Next Article
    Raghav Chadha joins BJP | આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો | AAP | Press Conference | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment