Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું, 26 એપ્રિલે મતદાન:28મીએ મતગણતરી, આજથી આચારસંહિતાનો અમલ શરૂ

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ફાઈનલ મતદાર યાદી સાથે જ ચૂંટણીની જાહેરાત થઈ શકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા SIRની પ્રક્રિયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર થનાર છે. પંચ દ્વારા આજે સાંજે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તારીખની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરાઈ શકે છે. ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં લાગ્યા ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2021માં 23 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી 2021માં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખે 23 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે SIRની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે જાહેર કરાયેલી પ્રથમ યાદી 2021 અને 2015માં રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આ સમાચાર પણ વાંચોઃ સેન્સ પ્રક્રિયા માટે ભાજપે 'સ્પેશિયલ 26' સ્ટાઇલમાં દાવેદારોનો દાવ કર્યો આગામી 15 મનપાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. આજે સુરત રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવી રહી છે. જેથી ચૂંટણી લડવા ઇચ્છુક નેતાઓ દાવેદારી કરવા આવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજ પ્રદેશ હાઇકમાન્ડે ઇન્કમટેક્સ અધિકારીઓ જે રીતે રેડ કરવા જાય એવી સ્ટ્રેટેજી અપનાવી હતી. ટિકિટોમાં સેટિંગ ન થાય એટલા માટે નિરિક્ષિકોના નામને લઈ સૌને અંધારામાં રાખ્યા હતા અને છેક સુધી નામો જાહેર કર્યા નહોતા. સવારે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે દાવેદારોને પણ આંચકો લાગ્યો હતો. રાજકોટમાં તો અમદાવાદ ભાજપની ટીમ સેન્સ માટે સીધી જ હાજર થઈ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    મોરબી સિરામિક વોલ ટાઇલ્સ કારખાનામાં વેકેશન લંબાવવામાં આવ્યું:ગેસના અભાવે હવે 1 મે સુધી કારાખાના બંધ રહેશે, બેઠકમાં સામૂહિક નિર્ણય લેવાયો
    Next Article
    સુરેન્દ્રનગરની નિધિએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં હેટ્રિક નોંધાવી:આ અનોખી સિદ્ધિથી વિસ્તાર અને સમાજનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment