Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની નિધિએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં હેટ્રિક નોંધાવી:આ અનોખી સિદ્ધિથી વિસ્તાર અને સમાજનું ગૌરવ વધાર્યું

    10 hours ago

    સુરેન્દ્રનગરની નિધિ છગનભાઈ હળવદિયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં સતત ત્રણ વર્ષ વિજેતા બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા "રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ"ના અનુસંધાને યોજાયેલી આ સ્પર્ધામાં નિધિએ "હેટ્રિક" નોંધાવી છે. નિધિએ વર્ષ 2024માં દ્વિતીય ક્રમ, જ્યારે 2025 અને 2026માં પ્રથમ ક્રમ મેળવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતા માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે ગૌરવની વાત છે. તેમણે પોતાના ઉત્તમ લેખન કૌશલ્ય, ઊંડા વિચારો અને સ્પષ્ટ અભિવ્યક્તિ દ્વારા નિબંધ સ્પર્ધામાં નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. સતત ત્રણ વર્ષ સુધી આ સિદ્ધિ મેળવવી એ તેમની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આ સિદ્ધિ બદલ માર્ગદર્શક ડૉ. ગજેન્દ્રસિંહ ઝાલા અને પરિવારના સભ્યોએ હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવેના હસ્તે નિધિને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગ્રંથપાલ ભાવનાબેન વ્યાસે જણાવ્યું હતું કે, નિધિની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં પણ તે વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા છે. નિધિએ પોતાના પરિવારનું નામ રાજ્ય સ્તરે ગૌરવ સાથે ઉજ્જવળ બનાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું, 26 એપ્રિલે મતદાન:28મીએ મતગણતરી, આજથી આચારસંહિતાનો અમલ શરૂ
    Next Article
    જામનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે દાવેદારો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment