Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની મોટી જાહેરાત:મોરબીના લોકોને રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાનની ભેટ મળશે

    14 hours ago

    ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે વિકાસ કામોના લોકાર્પણ અને જાહેરાતોની ભરમાર ચાલવાની એ તો સહેજે સમજી શકાય તેવું છે ત્યારે મોરબીમાં મનપાએ સિમેન્ટ કોંક્રિટના જંગલ બની ગયેલા શહેરને લીલીછમ હરિયાળીથી હર્યું ભર્યું કરવાનો દાવો કર્યો છે. જેમાં શહેરની ભાગોળે આવેલા ભક્તિનગર સર્કલ નજીક રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાન બનાવવાનો મનપાએ નિર્ણય જાહેર કર્યો છે. જો કે મનપાએ વિવિધ વિસ્તારમાં નવા બાગ બગીચા બનાવવાની મોટા ઉપડે જાહેરાત તો કરી છે. પણ ક્યારે એ સાકાર થશે એ અંગે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. આટલી સુવિધા ઊભી કરાશે ભક્તિનગર સર્કલ પાસે ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ હેઠળ બાગમાં આકર્ષક પ્રવેશ દ્વાર, મજબૂત કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, આરામદાયક ગાર્ડન ફર્નિચર, આધુનિક લાઇટિંગ સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલ માટે ગ્રેડિંગ સુવિધાઓનો વિકાસ થશે. આ ઉપરાંત ગાર્ડનને સુરક્ષિત બનાવવા માટે RCC ફાઉન્ડેશન, પ્રવેશ દ્વારને CNC કટિંગ ડિઝાઇન, રિવોલ્વિંગ ગેટ સાથે આકર્ષક લુક, સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે 1.5 થી 2.0 મીટર પહોળાઈનો લૂપ આધારિત વોકિંગ ટ્રેક, બેઠકો, કોટા સ્ટોન ફિનિશ ધરાવતું ફર્નિચર, કચરાપેટીઓ, કલર થીમ મુજબ વૃક્ષારોપણ, 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ અને IP65 સ્ટાન્ડર્ડ LED લાઈટ્સ લગાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ત્રિકોણબાગ વિસ્તારમાં દુકાનોનું રિડેવલપમેન્ટ કરાશે‎:મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ માટે આધુનિક શાકમાર્કેટ આકાર પામશે
    Next Article
    અકસ્માતની ભીતિ દૂર થઈ:ગુંદીયાળાના માર્ગે 500 મીટરના પુલ પર સંરક્ષણ દિવાલ બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment