Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રિકોણબાગ વિસ્તારમાં દુકાનોનું રિડેવલપમેન્ટ કરાશે‎:મોરબીના માધાપરમાં નાના ધંધાર્થીઓ માટે આધુનિક શાકમાર્કેટ આકાર પામશે

    10 hours ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માધાપર ખાતે આધુનિક શાક માર્કેટના નિર્માણ અને ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શોપ્સના રી-ડેવલપમેન્ટ માટે મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના વધતા જતા વિસ્તાર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને શહેરના માધાપર ખાતે એક સુવિધાયુક્ત નવી શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને સુપરત કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ માર્કેટ બનવાથી છૂટક શાકભાજીના ધંધાર્થીઓને વ્યવસ્થિત જગ્યા મળશે અને સ્થાનિક રહીશોને ટ્રાફિકની ગીચતા વગર ખરીદીની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાપાલિકાની માલિકીની જૂની દુકાનોના નવસર્જન એટલે રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મનપાએ સ્થાનિક દુકાનદારો સાથે રૂબરૂ બેઠક કરી રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે વિગતવાર ચર્ચા કરી આ પ્રોજેક્ટ દ્વારા વર્ષો જૂની જર્જરિત મિલકતોને સ્થાને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    Parikrama route to be redeveloped at cost of Rs 300 crore: UP eyes Sambhal as religious hub, plans to restore 87 teerth sthals, pilgrimage route
    Next Article
    મનપાની મોટી જાહેરાત:મોરબીના લોકોને રૂ.62.42 લાખના ખર્ચે વધુ એક ઉદ્યાનની ભેટ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment