Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:6200 સિનિયર સિટીઝનના આરોગ્યની તપાસ માટે 10 ટીમ કાર્યરત કરાશે, 10 કેન્દ્રોમાં સેવા મળશે

    19 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે અમલમાં મૂકાયેલી હોમ હેલ્થ ચેકઅપ યોજનાનો વ્યાપ વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કાર્યરત 8 હેલ્થ ટીમોની સંખ્યા વધારીને 10 કરવાની દરખાસ્ત શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના તમામ 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી સિનિયર સિટીઝનોને નિયમિત આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ થશે. ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી અહીં નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને સિનિયર સિટીઝનોની સંખ્યા નોંધપાત્ર છે. વધતી ઉંમર સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની લાંબા ગાળાની બીમારીઓ માટે વારંવાર હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે તે હેતુથી મહાનગરપાલિકાએ ઘરે જઈને આરોગ્ય તપાસ કરવાની યોજના શરૂ કરી છે. હાલમાં આ યોજના હેઠળ શહેરના અંદાજે 6,200 સિનિયર સિટીઝન નોંધાયેલા છે. તેમની દર મહિને એક વખત ઘરે જઈને આરોગ્ય તપાસ કરવામાં આવે છે. બીપી, ડાયાબિટીસ સહિતની નિયમિત તપાસ ઉપરાંત જરૂરી દવાઓ પણ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ આ સેવા શહેરના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી સંચાલિત થાય છે. હવે બે નવી ટીમ ઉમેરાતા તમામ 10 આરોગ્ય કેન્દ્રો પરથી સેવા ઉપલબ્ધ બનશે. પરિણામે હેલ્થ ટીમો વધુ ઝડપથી અને નિયમિત રીતે લાભાર્થીઓ સુધી પહોંચી શકશે તેમજ યોજનાનો વ્યાપ પણ વધશે.આ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 28.41 લાખના વધારાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. નવી બે ટીમથી વર્કલોડ 20 ટકા જેટલો ઘટશે હાલ શહેરમાં 6,200 જેટલા નોંધાયેલા સિનિયર સિટીઝનોનું દર મહિને ઘરે જઈને આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. હાલમાં કાર્યરત 8 ટીમો પર સરેરાશ 775 જેટલા લાભાર્થીઓની જવાબદારી આવે છે. હવે બે નવી ટીમ ઉમેરાઈ કુલ 10 ટીમ કાર્યરત થશે, જેના કારણે એક ટીમ દીઠ લાભાર્થીઓની સંખ્યા ઘટીને અંદાજે 620 થશે. એટલે કે દરેક ટીમ પરનો વર્કલોડ આશરે 20 ટકા જેટલો ઓછો થશે. પરિણામે હેલ્થ ટીમો વધુ નિયમિતતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચી શકશે, સમયસર હેલ્થ ચેકઅપ કરી શકશે અને જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ પણ વધુ અસરકારક રીતે કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    VMCના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવાઈ:વોર્ડ 16માં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, વિરોધ સાથે મતદાન બહિષ્કારની ચીમકી
    Next Article
    Sonam Wangchuk Removed From Jantar Mantar: A Timeline Of His Hunger Strike

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment