Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VMCના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવાઈ:વોર્ડ 16માં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, વિરોધ સાથે મતદાન બહિષ્કારની ચીમકી

    14 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શરૂ કરાયેલી ગટર અને પાણીની લાઇન નાખવાની કામગીરી અધૂરી છોડી દેવાતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 16ની વિવિધ સોસાયટીઓમાં ગટર લાઇન નાખ્યા બાદ રસ્તાઓનું પુનઃનિર્માણ ન કરાતાં ચોમાસાની શરૂઆતમાં જ જનજીવન પ્રભાવિત થયું છે. તંત્રની ઘોર ઉદાસીનતાથી કંટાળીને આજે સોસાયટીની મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમસ્યાનો ઉકેલ ન આવવા પર આગામી ચૂંટણીઓમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગટર લાઇન નાખ્યા બાદ કામગીરી અધવચ્ચે છોડાતાં હાલાકી વોર્ડ નંબર 16 અંતર્ગત આવતી પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી સોસાયટી, કૃષ્ણાશ્રય ડુપ્લેક્સ અને ઉમા પાર્ક સહિતની સોસાયટીઓના અંદરના રસ્તાઓની હાલત અતિશય દયનીય બની ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા નવ મહિના પહેલાં આ વિસ્તારમાં વરસાદી ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ગટર લાઇન નાખ્યા બાદ તંત્ર દ્વારા રસ્તાઓનું પુનઃનિર્માણ કે સમારકામ કર્યા વિના જ સમગ્ર કામગીરી અધવચ્ચેથી અધુરી છોડી દેવામાં આવી છે. આ બેદરકારીના કારણે ચોમાસાની શરૂઆત થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે હાલાકી ઉભી થઈ છે. વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેશનનું વલણ ઉદાસીન સામાન્ય વરસાદ પડતાં જ આ તમામ સોસાયટીઓના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા હોવાથી અને કાદવ-કીચડનું સામનો કરવો પડતો હોવાથી સ્થાનિક રહીશો, ખાસ કરીને વડીલો અને નાના બાળકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનચાલકો સ્લીપ થઈ રહ્યા છે અને લોકોને સતત પડવા તેમજ વાગવાનો ડર સતાવી રહ્યો છે. આ ગંભીર જનસમસ્યા અંગે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત વડોદરા કોર્પોરેશનની કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ તમામ રજૂઆતોનું પરિણામ અત્યાર સુધી બિલકુલ શૂન્ય રહ્યું છે. તંત્રની આ ઘોર ઉદાસીનતાથી કંટાળીને આજે સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી અને વહીવટી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વેરો ભરવા છતાં સુવિધા શૂન્ય, ચૂંટણી બહિષ્કારનો મક્કમ નિર્ધાર સ્થાનિક મહિલાઓએ તંત્રને સીધો સવાલ કરતા જણાવ્યું હતું કે, વેરો નિયમિત ભરવા છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ માટે કેમ ભટકવું પડે છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા રહીશોએ પાલિકાના સત્તાધીશોને ચીમકી આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આ રોડનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. એટલું જ નહીં, રહીશોએ એવો મક્કમ નિર્ધાર કર્યો છે કે જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી તમામ ચૂંટણીઓમાં સોસાયટીના દરવાજા રાજકીય નેતાઓ માટે બંધ કરી દેવામાં આવશે અને સમગ્ર વિસ્તારના લોકો ભેગા મળીને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માત:શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા
    Next Article
    સિટી એન્કર:6200 સિનિયર સિટીઝનના આરોગ્યની તપાસ માટે 10 ટીમ કાર્યરત કરાશે, 10 કેન્દ્રોમાં સેવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment