Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ વરસાદથી જળબંબાકાર:છીપવાડમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા, વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી

    9 hours ago

    ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. છીપવાડ દાણા બજારમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા ભારે વરસાદના પગલે વલસાડ શહેરના છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિક વેપારીઓએ વલસાડ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. છીપવાડમાં કમર અને ગોઠણ સુધીના પાણી ભરાયા છીપવાડના સ્થાનિક જય મિસ્ત્રીએ જણાવ્યું કે સવારથી વરસાદ પડી રહ્યો છે અને છીપવાડ આખામાં કમર સુધીનું પાણીથી ભરાઈ ગયું છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. નોકરિયાત લોકો કામ-ધંધે જઈ નથી શક્યા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી. વલસાડ નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કરી જ નથી. સરખી રીતે કામ કરીને આ સમસ્યાનું નિવારણ લાવો. છીપવાડના પ્રણામી સ્ટ્રીટમાં રહેતા પ્રિયંકાબેન ભાવસરે કહ્યું કે અહીં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો સાથે વેપારીઓ, શાળાએ જતાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. 29 તાલુકાઓમાં સવારના બે કલાકમાં જ વરસાદ ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં 3.11 ઈંચ અને નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 29 તાલુકાઓમાં સવારના બે કલાકમાં જ વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. આ 6 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આજે જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે આ આગાહી સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ત્રણ કલાક માટેની છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ આજે સવારના કલાકોમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું આ તરફ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 જુલાઈ, 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં બે કલાકમાં 6 ઇંચ, શહેર બેટમાં ફેરવાયું:કડીમાં 8 ઇંચ વરસાદથી ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાયા, આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
    Next Article
    જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાએ PI ડોડીયાનું સન્માન કર્યું:મોહરમ પર્વ નિમિત્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment