Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બે કલાકમાં 6 ઇંચ, શહેર બેટમાં ફેરવાયું:કડીમાં 8 ઇંચ વરસાદથી ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાયા, આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    11 hours ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે. રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા આસપાસના ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી. કડી શહેરમાં રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકના આશરે 8 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળબંબોળ થઈ ગયો છે. 25થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડમાં 6.10 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું છે અને બજારો-ઘરોમાં પાણી ઘૂસ્તા લોકોની હાલત કફોડી બની છે. રોડ પર પાણીને કારણે વાહનોની અવર-જવર પણ બંધ થઈ છે. આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    The Indian judge behind the UN’s scathing Gaza report
    Next Article
    વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ વરસાદથી જળબંબાકાર:છીપવાડમાં ગોઠણથી કમર સુધીના પાણી ભરાયા, વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment