Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિ.ની આંતર-કોલેજ ચેસ ટૂર્નામેન્ટ શરૂ:61 કોલેજોના 136 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

    10 hours ago

    જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આંતર-કોલેજ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એ.જે. દોશી ભવન્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 61 કોલેજોના કુલ 136 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ જામનગર પહોંચ્યા છે. કુલ 136 ખેલાડીઓમાં 78 વિદ્યાર્થી ભાઈઓ અને 58 વિદ્યાર્થી બહેનોનો સમાવેશ થાય છે. ચેસ જેવી બુદ્ધિપ્રધાન રમત વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને નિર્ણયશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. સ્પર્ધા દરમિયાન તમામ બોર્ડ પર ખેલાડીઓ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધામાં વિજેતા બનનારા ખેલાડીઓ રાજસ્થાન ખાતે યોજાનારી 'ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ચેસ સ્પર્ધા'માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું કે, જામનગરમાં આંતર-કોલેજ ચેસ ટૂર્નામેન્ટની મેજબાની મળવા બદલ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જામનગરનો હૃદયપૂર્વક આભાર માને છે અને અભિનંદન પાઠવે છે. તેમણે આયોજન માટે એ.જે. દોશી ભવન્સ અને તૌસીફભાઈનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીએ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જામનગરના સંયુક્ત ઉપક્રમે રમતગમતને યોગ્ય મંચ મળે તે માટે તેઓ કટિબદ્ધ છે. તેમણે 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથલીટ્સ દ્વારા જીતવામાં આવેલા 39 મેડલ બદલ પણ શુભકામનાઓ પાઠવી હતી. 2030ના કોમનવેલ્થ ગેમ્સની મેજબાની અમદાવાદ અને ગુજરાતને મળવી એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અંતે, તેમણે ટૂર્નામેન્ટના તમામ સહભાગીઓને શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ:આપના કાર્યકરનો ભાઈ ₹1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો
    Next Article
    અમદાવાદ ચોરીના બે આરોપી ધનસુરામાંથી ઝડપાયા:ચોરાયેલા એક્ટિવા, ચાર મોબાઈલ સહિત ₹80,000નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment