Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ચોરીના બે આરોપી ધનસુરામાંથી ઝડપાયા:ચોરાયેલા એક્ટિવા, ચાર મોબાઈલ સહિત ₹80,000નો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    ધનસુરા પોલીસે અમદાવાદમાં થયેલી લૂંટના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલું એક્ટિવા અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ ₹80,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓને ધનસુરા ચાર રસ્તા પાસેથી મોડાસા તરફ જતા પકડવામાં આવ્યા હતા.પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો એક્ટિવા પર ધનસુરા ચાર રસ્તાથી મોડાસા તરફ જઈ રહ્યા છે. પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતા, એક્ટિવામાંથી ચાર ચોરાયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત, તેમના અંગત બે મોબાઇલ પણ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹50,000ની કિંમતનું એક્ટિવા અને ₹30,000ની કિંમતના ચાર ચોરાયેલા મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, જેનો કુલ અંદાજ ₹80,000 થાય છે.પકડાયેલા આરોપીઓની ઓળખ શોહેબ અસરફ ખાન પઠાણ (ઉંમર 19, રહે. રૂમ નંબર 07, સમા હાઉસ, જીયા મસ્જિદ, વટવા, અમદાવાદ) અને મોહમ્મદ સુહાન ઉર્ફે સલીમભાઈ શેખ (ઉંમર 20, રહે. 136, મકદુમ નગર, વટવા, અમદાવાદ) તરીકે થઈ છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ લૂંટના ગુનાઓ નોંધાયેલા છે. નારોલ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો, જ્યારે વટવા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે. વધુમાં, એક આરોપી વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિ.ની આંતર-કોલેજ ચેસ ટૂર્નામેન્ટ શરૂ:61 કોલેજોના 136 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
    Next Article
    હાઈકોર્ટના પરિપત્ર સામે દાહોદના વકીલોની હડતાલ:પેપર-ફોન્ટ નિયમો સામે વિરોધ, ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment