Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મા ઉમિયાનો ભવ્ય નવચંડી યજ્ઞ, 6000 ભક્તો ઉમટ્યા:ઓસ્ટ્રેલિયામાં પાટીદારો દ્વારા 3 લાખ ડોલરનું દાન, 11,151 લાડુનો પ્રસાદ ધરાવાયો

    2 days ago

    ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વસતા કડવા પાટીદાર સમાજ અને અન્ય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. શ્રી ઉમિયા ટેમ્પલ મેલ્બર્ન (SUTM) દ્વારા જગતજનની શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ભવ્ય નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મેલ્બર્ન ઉપરાંત એડિલેડ અને સિડની જેવા શહેરોમાંથી 6000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. પ્રસાદ માટે 11,151 લાડુ તૈયાર કરાયા આ પ્રસંગે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક રાજકારણીઓ અને અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ ખાસ હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા હતા. મહોત્સવની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, યજ્ઞના પ્રસાદ માટે સ્વયંસેવકો દ્વારા ખાસ 11,151 લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે 250થી વધુ નિઃસ્વાર્થ સ્વયંસેવકોએ દિવસ-રાત સેવા આપી હતી. 3 લાખથી વધુ ઓસ્ટ્રેલિયન ડોલરનું દાન અર્પણ વર્ષ 2026ના આ નવચંડી હવન દરમિયાન મા ઉમિયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા. પાટીદાર તથા અન્ય હિન્દુ સમાજના ભાવિકો દ્વારા મંદિરના કાર્યો માટે 3 લાખથી વધુ ઓસ્ટ્રેલિયન ડોલરનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સાત સમુદ્ર પાર યોજાયેલા આ ભવ્ય આયોજને વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    લાયન્સ ક્લબ દ્વારા દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્ન:મોડાસામાં સાત દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા
    Next Article
    'કોલેજ ચલાવી ન શકતા હોય તો બંધ કરી દો':રાજકોટમાં મુરલીધર કોલેજની જર્જરિત બિલ્ડિંગમાં પંખો પડતા ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત, કોંગ્રેસના હલ્લાબોલની ચીમકી બાદ વેકેશન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment