Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોલેજ ચલાવી ન શકતા હોય તો બંધ કરી દો':રાજકોટમાં મુરલીધર કોલેજની જર્જરિત બિલ્ડિંગમાં પંખો પડતા ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત, કોંગ્રેસના હલ્લાબોલની ચીમકી બાદ વેકેશન જાહેર

    2 days ago

    રાજકોટની મુરલીધર નર્સિંગ કોલેજ ખાતે લાયબ્રેરીમાં પંખો અચાનક પડતા નીચે બેસેલી ત્રણ વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના બાદ કોલેજના ચેરમેન સમક્ષ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા અને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. કોલેજનું બાંધકામ પણ જર્જરિત દેખાઈ રહ્યું છે. જેથી, કોલેજ ચલાવી ન શકતા હોય તો બંધ કરી દો એવું પણ વિદ્યાર્થીઓએ કહ્યું હતું. લાયબ્રેરીમાં આજે ચાલુ પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ-ભાવનગર હાઇ-વે પર ત્રંબા ગામ પાસે મુરલીધર નર્સિંગ કોલેજ આવેલી છે. જેથી, વિદ્યાર્થીઓની મને સોશિયલ મીડિયા મારફત ફરિયાદ આવી કે આ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત છે અને ત્યાં લાયબ્રેરીમાં આજે ચાલુ પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો હતો. જેને કારણે 3 વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા પહોંચી છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે. બાહેધરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજ ખાતે હલ્લાબોલ વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળેલી વાત મુજબ કોલેજનું બિલ્ડીંગ, ગર્લ્સ હોસ્ટેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ જર્જરીત હાલતમાં છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોલેજના સંચાલકના નંબર મેળવી તેમની સાથે વાત કરી છે. આજે સાંજ સુધીમાં વિદ્યાર્થીઓને અહીં પીવાનું પાણી અને રિનોવેશન સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે બાંહેધરી આપવામાં આવે એવી માંગ છે. જો બાહેંધરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજ ખાતે હલ્લાબોલ કરવામાં આવશે. આ કોઈ દુર્ઘટના નથી પરંતુ કોલેજ સંચાલકોની બેદરકારી છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વેકેશન જાહેર કરી દેવામાં આવ્યુ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ત્રંબા પાસે આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં લાઇબ્રેરીમાં આજે 1 મેના નિયમિત અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે સવારે 10 વાગ્યા આસપાસ અચાનક પંખો નીચે પડ્યો હતો. જેને કારણે રિંકુ દેશાણી, ધારા રાત્યા અને અસ્મિતા વાઘેલાને માથા અને કપાળના ભાગે ઇજા પહોંચતા ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, પ્રાથમિક સારવાર બાદ ત્રણેય વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ ઘટના બાદ વિદ્યાર્થીઓ માટે વેકેશન જાહેર કરી દેવામાં આવ્યુ અને રીનોવેશન કરવા માટેની બહેન તરીકે આપવામાં આવી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં જ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોલેજ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત સંચાલનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ફક્ત ફી વસૂલવામાં રસ ધરાવતા ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓની સલામતી પ્રત્યે બેફિકર છે એમ વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઘટના બાદ વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં જ હોબાળો મચાવ્યો અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વેકેશન ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નો દૂર થઈ જશે આ બાબતે મુરલીધર નર્સિંગ કોલેજના સંચાલક ભાર્ગવ રાઠોડે જણાવ્યું હતું કે, ત્રંબા પાસે આવેલી આ કોલેજમાં લાઇબ્રેરીમાં આજે સવારે પંખો પડ્યો હતો. જેને લીધે ત્યાં નીચે બેસેલી 3 વિદ્યાર્થિનીઓને માથામાં ઇજા થઈ હતી. જોકે ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેને માથામાં ટાંકા આવ્યા છે. જોકે હવે અમે વિદ્યાર્થીઓ માટે 21 દિવસનું વેકેશન જાહેર કર્યું છે અને વેકેશન ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો દૂર થઈ જશે બિલ્ડીંગનું રિનોવેશન પણ ત્યાં સુધીમાં કરી લેવામાં આવશે. કોલેજમાં 275 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મા ઉમિયાનો ભવ્ય નવચંડી યજ્ઞ, 6000 ભક્તો ઉમટ્યા:ઓસ્ટ્રેલિયામાં પાટીદારો દ્વારા 3 લાખ ડોલરનું દાન, 11,151 લાડુનો પ્રસાદ ધરાવાયો
    Next Article
    LIVE | ગુજરાતમાં AAPએ વિશ્વાસ જીત્યો! ભાજપને ઝટકો? | AAP | Congress | BJP | News18 Gujarati | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment