Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાયન્સ ક્લબ દ્વારા દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્ન:મોડાસામાં સાત દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા

    4 days ago

    લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા દ્વારા દ્વિતીય દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે ભૂદેવોના મંત્રોચ્ચાર અને ગણેશજીની સ્થાપના સાથે નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને પરિચય કરાવ્યો હતો. સભારંભ અધ્યક્ષ ડો. ટી.બી. પટેલ સાહેબે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીરજભાઈ શેઠ, સ્વર્ણિમ દાતા બિપિનભાઈ શંકરભાઈ પટેલ (ઉદ્યોગપતિ, રાજપુર કડીવાળા), પૂર્વ જી.ટી.યુ. ચેરમેન ડો. નવીનભાઈ શેઠ, વિશિષ્ટ દાતા ભરતભાઈ કોઠારી (યુએસએ) અને તેમના બહેન કુંજબાળાબેન, ઉદ્યોગપતિ બિપિનભાઈ હદવાણી (ગોપાલ સ્નેક્સ પ્રા. લિમિટેડ, રાજકોટ), મહેશભાઈ ડી. પટેલ (મેઈન ટ્રસ્ટી, એમ.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ, તખતપુર), મગનભાઈ પટેલ (પટેલ જ્વેલર્સ, મોડાસા), કિંજલબેન પટેલ (કિંજલ પટેલ બ્યુટી સલૂન એન્ડ એકેડમી), જશુભાઈ શીવાભાઈ પટેલ (ઉદ્યોગપતિ, અમદાવાદ), પ્રતિકભાઈ આર. પટેલ (પરસોડા મેટ્રોવાયર ઇન્ડસ્ટ્રીઝ, પહાડિયા), મહેન્દ્રભાઈ ડી. પટેલ (ઉદ્યોગપતિ, અમદાવાદ), માલપુરના માજી ધારાસભ્ય જશુભાઈ પટેલ, અરવલ્લીના ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજગોસાઈ સર, મદદનીશ નિયામક આર.જી. પુરોહિત અને અરવલ્લી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કે.બી. વાણીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ તરફથી નવદંપતીઓને રોકડ રકમ તેમજ ગિફ્ટ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, નાગરિક બેંક તરફથી દરેક કન્યાને દસ હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તમામ દાતાઓને આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, મંત્રી ઇન્દ્રવદન વી. બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટીઓ રામભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ, તેમજ પ્રજ્ઞેશભાઈ ગાંધી, કનુભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નવનિતભાઈ પરીખ, જયેશભાઈ પટેલ, નવીનભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો અને સંસ્થાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી શ્રી ઇન્દ્રવદનભાઈએ આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ આદિજાતિ મહિલા બનશે:રાજપીપલા પાલિકામાં સામાન્ય મહિલા, 6 તાલુકા પંચાયતમાં 3 પુરુષ, 3 મહિલા પ્રમુખ
    Next Article
    મા ઉમિયાનો ભવ્ય નવચંડી યજ્ઞ, 6000 ભક્તો ઉમટ્યા:ઓસ્ટ્રેલિયામાં પાટીદારો દ્વારા 3 લાખ ડોલરનું દાન, 11,151 લાડુનો પ્રસાદ ધરાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment