Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 600 આંગણવાડી બહેનોની ત્રણ દિવસની હડતાલ:19 માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    2 days ago

    મોરબી જિલ્લામાં આંગણવાડીની બહેનોએ પોતાની 19 પડતર માંગણીઓ સાથે ત્રણ દિવસની હડતાલ શરૂ કરી છે. બુધવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી કાર્યકરો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ પગાર વધારા અને અન્ય સુવિધાઓ માટે આંદોલનો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં આવતું નથી. આથી, બુધવારે મોરબી જિલ્લાની આંગણવાડી બહેનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પગાર આપવા, ડિજિટલ કામગીરી માટે સારી ગુણવત્તાના મોબાઈલ ફોન પૂરા પાડવા સહિત કુલ 19 માંગણીઓનો સમાવેશ થાય છે. આ માંગણીઓ લાંબા સમયથી પડતર છે. હાલમાં મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા તાલુકાની આંગણવાડી બહેનોએ ત્રણ દિવસ માટે કામકાજ બંધ રાખી હડતાલ પાડી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં એકલિંગજી દાદાનો 30મો પાટોત્સવ યોજાયો:ભોલેશ્વર મંદિર પરિસરમાં હોમાત્મક લઘુરુદ્ર અને સ્નેહમિલન યોજાયું
    Next Article
    2019માં બકરા તગેડવાના વિવાદમાં આધેડની હત્યા કરનારાઓને કોર્ટે સજા ફટકારી:ગાંધીનગર કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદનો હુકમ કર્યો, દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment