Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2019માં બકરા તગેડવાના વિવાદમાં આધેડની હત્યા કરનારાઓને કોર્ટે સજા ફટકારી:ગાંધીનગર કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદનો હુકમ કર્યો, દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો

    2 days ago

    દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના હાલિસા ગામમાં વર્ષ 2019માં બકરા તગડવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ એક આધેડની નિર્મમ હત્યા કરનાર 4 આરોપીઓને ગાંધીનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સાથે દરેકને 11,000નો દંડ પણ ફટકાર્યો છે. આજે તો નગીનને પતાવી જ દેવો છે તેમ કહી હિંસક હુમલો કર્યો આ બનાવની વિગત મુજબ દહેગામના હાલિસા ગામમાં 22 ડિસેમ્બર 2019ના રોજ સાંજે સાતેક વાગે આરોપીઓ મુકેશભાઇ મસુરભાઈ દેવીપૂજક, વિજયભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક, કરણભાઈ વિષ્ણુભાઈ દેવીપૂજક અને વિષ્ણુભાઈ મસુરભાઈ દેવીપૂજકે ફરિયાદી કમલેશ દેવીપૂજકના પિતા નગીનભાઈને તમે અમારા બકરા કેમ તગેડી મૂકો છો તેમ કહી ગાળો ભાંડી હતી. આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આજે તો નગીનને પતાવી જ દેવો છે તેમ કહી હિંસક હુમલો કર્યો હતો. તત્કાલીન પીઆઇએ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી આરોપી વિષ્ણુએ લાકડાના ઘોડિયાના મોટા પાયા વડે ફરિયાદીના પિતાના માથામાં ફટકો માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ કરણ અને વિજયે લાકડીઓ વડે માર મારી નગીનભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના પગલે સારવાર દરમિયાન 27 ડિસેમ્બર, 2019ના રોજ ફરિયાદીના પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે દહેગામ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ કે આર ડીમરીએ આરોપીઓની વિરુધ મર્ડરનો ગુનો નોધી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી. એમ. ઉનડકટની કોર્ટમાં ચાલ્યો હતો. ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, દિન-પ્રતિદિન આવા ગંભીર કિસ્સાઓ વધી રહ્યા છે. સમાજમાં શાંતિ જળવાય અને ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.ફરિયાદી પક્ષે કુલ 28 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ અધિકારી કે. આર. ડીમરી અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની સાક્ષી મહત્વની રહી હતી. કોર્ટે પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી તમામ ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 11 હજારનો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 600 આંગણવાડી બહેનોની ત્રણ દિવસની હડતાલ:19 માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    Gujarat Rain Prediction Live | કરા સાથે ધોધમાર વરસાદ | Unseasonal Rain | Weather Update | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment