Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્વિક ડિલિવરી ઝેપ્ટોના ગોડાઉન પર મનપાનો સપાટો:ગોરાટમાં ઝેપ્ટોના ગોડાઉન પર મનપાનો સપાટો, 60 લિટર એક્સપાયર્ડ છાશ અને વાસી બ્રેડનો જથ્થો ઝડપાતાં ₹25,000નો દંડ

    8 hours ago

    સુરત શહેરમાં ઓનલાઇન ક્વિક ડિલિવરી એપ્સ મારફતે મિનિટોમાં ખાણીપીણીની વસ્તુઓ મંગાવતા ગ્રાહકો માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ગોરાટ સ્થિત જલારામ સોસાયટી વિસ્તારમાં કાર્યરત 'ઝેપ્ટો લિમિટેડ'ના સપ્લાય ગોડાઉન (ડાર્ક સ્ટોર) પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં મુદતવીતી (એક્સપાયર્ડ) તેમજ ગુણવત્તા ગુમાવી ચૂકેલી વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવતાં તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બ્લિંકિટ વિવાદ બાદ ઝેપ્ટોની ઘોર બેદરકારી ખુલ્લી પડી થોડા સમય અગાઉ પાંડેસરા વિસ્તારમાં બ્લિંકિટ દ્વારા પહોંચાડાયેલા લાડુની ગુણવત્તા મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો, ત્યાં હવે ગોરાટના ઝેપ્ટો ગોડાઉનમાં ખાદ્યપદાર્થોની જાળવણીમાં ગંભીર લાપરવાહી છતી થઈ છે. સ્થાનિક રહીશો તરફથી મળેલી ફરિયાદોના પગલે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ગોડાઉનમાં તપાસ કરતાં સ્થિતિ ચિંતાજનક જણાઈ હતી. ઓનલાઇન ઓર્ડર મળતાં જ ગ્રાહકોના ઘરે મોકલવા માટે પેક કરાયેલા માલસામાનમાં એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી છાશ તથા ગુણવત્તા વગરની વાસી બ્રેડના પેકેટો મળી આવ્યા હતા. 60 લિટર સુમુલ છાશ અને વાસી બ્રેડનો સ્થળ પર નાશ તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમને વેચાણ અર્થે તૈયાર રાખેલો 60 લિટર સુમુલ છાશનો એક્સપાયર્ડ જથ્થો હાથ લાગ્યો હતો, જે સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારી હતી. આ સાથે તારીખ વીતી ગયેલી અને ખાવાલાયક ન રહેલી બ્રેડના પેકેટો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં અટકાવવા માટે પાલિકા અધિકારીઓએ તમામ અખાદ્ય સામગ્રી તાત્કાલિક અસરથી જપ્ત કરી સ્થળ પર જ વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો નાશ કર્યો હતો. ઝેપ્ટોને ₹25,000નો દંડ અને કડક શો-કોઝ નોટિસ ખાદ્ય સુરક્ષા અને માનક ધારા (FSSAI) ના નિયમો તથા સેનિટેશનના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ સુરત મહાનગરપાલિકાએ ઝેપ્ટો લિમિટેડ સામે શિક્ષાત્મક પગલાં ભરી ₹25,000નો રોકડ દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગોડાઉનમાં જરૂરી સ્વચ્છતા અને ખાદ્યસામગ્રીના સંગ્રહના નિયમો ન જાળવવા બદલ કંપની સંચાલકોને કડક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. 10 મિનિટમાં ડિલિવરી આપવાની સ્પર્ધા વચ્ચે ગુણવત્તા સાથે સમાધાન કરતાં પ્લેટફોર્મ્સ સામે તંત્ર આગામી દિવસોમાં પણ તપાસ ઝુંબેશ વધુ તેજ બનાવશે.
    Click here to Read More
    Previous Article
    મનપા કમિશનર ઓચિંતા ચેકીંગમાં નીકળ્યા:જાતે પાવડો લઈ કચરો ભર્યો, જાહેરમાં ગંદકી કરનારા ત્રણ પાસેથી 3500 ચાર્જ વસુલ્યો, કહ્યું-આપણા સૌની જવાબદારી છે
    Next Article
    પ્લાસ્ટિક બાદ હવે કપડાંના પ્રદૂષણ પર હાઇકોર્ટનું ફોકસ:જૂનાં કપડાં રિસાઇકલ અને પ્લાસ્ટિક પ્રદૂષણ નાથવા AMCને સૂચન, હાઈકોર્ટે દિલ્હી મોડલ તપાસવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment