Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ ચેકપોસ્ટ પર ટ્રાવેલ્સ બસમાંથી દારૂ ઝડપાયો:ગુપ્તખાનામાંથી 60 બોટલ વિદેશી દારૂ મળ્યો, ₹18.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બસમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹3,20,280/- આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત બસ સહિત કુલ ₹18,40,280/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બસના ચાલક અને ક્લીનર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ, અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે જંગદબા ટ્રાવેલ્સ બસ નંબર MP-14-ZH-7773 ને રોકવામાં આવી હતી. બસની તલાશી લેતા, તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે, જ્યારે દારૂનો જથ્થો ભરેલી બસ આપનાર મુખ્ય આરોપી ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65એઈ, 116(બી), 98(2), 81, 83 હેઠળ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહણ ટ્રેકર પર તૂટી પડી:પાંજરામાંથી મુક્ત કરતાં જ 'લક્ષ્મી' હિંસક બની; ઘાયલ વનકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ
    Next Article
    21,500 ઉમેદવારોની PSI બનવા માટેની પરીક્ષા:ઇલેક્શન ફીવર વચ્ચે એક્ઝામ, સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓએ કહ્યું- નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે પૂરું થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment