Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21,500 ઉમેદવારોની PSI બનવા માટેની પરીક્ષા:ઇલેક્શન ફીવર વચ્ચે એક્ઝામ, સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓએ કહ્યું- નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે પૂરું થશે

    4 days ago

    ગુજરાત રાજ્યમાં ઇલેક્શન ફીવર વચ્ચે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની આજે 19મી એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 4 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500 ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન તેમનું બાયોમેટ્રિક અને ફ્રસ્કિંગ થકી કડક ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે, નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે સાકાર થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી રાજકોટ શહેરના 74 પરીક્ષા કેન્દ્ર પર 719 વર્ગખંડમાં પીએસઆઇ બનવા માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના શેસનમાં 9:30થી 12:30 સુધી પ્રિલિમ્સનું પેપર છે અને બપોરના સેશનમાં 3થી 6 વાગ્યા સુધી મેઇન્સ એક્ઝામ લેવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારોની પરીક્ષા રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે જેથી આજે સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યાં યુવક અને યુવતીઓ PSI બનવા માટેની પરીક્ષા આપવા ઉત્સાહ સાથે પહોંચ્યા હતા. સવારના સેશનમાં પ્રિલિમ્સ અને બપોરના સેશનમાં મેન્સની એક્ઝામ રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે PSIની પરીક્ષા આપવા પહોંચેલા વિનાયત મજગુલે જણાવ્યું હતું કે, હું જુનાગઢથી PSIની પરીક્ષા આપવા માટે અહીં રાજકોટ આવ્યો છું. બે વર્ષથી આ માટેની તૈયારી ચાલુ છે. હું તાજેતરમાં જ LRD (લોકરક્ષક દળ)માં સિલેક્ટ થઈ ગયો છું જેની ગાંધીનગરના કરાઈ ખાતે ટ્રેનિંગ ચાલુ છે. મારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરતા નથી પરંતુ મને નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હતુ. આજે સવારના સેશનમાં પ્રિલિમ્સ અને બપોરના સેશનમાં મેન્સની એક્ઝામ છે. જ્યારે અન્ય ઉમેદવાર પ્રદીપ રાઠોડે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામથી આવું છું. પીએસઆઇની પરીક્ષા માટેની તૈયારી સારી કરી છે. હાલ હું બિનહાથિયારી લોકરક્ષક દળમાં સિલેક્ટ થઈ ગયો છું. પીએસઆઇ માં આવવાનું કારણ એકમાત્ર સ્વપ્ન છે. મારા પરિવારમાંથી કોઈ આ ક્ષેત્રમાં નથી.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ ચેકપોસ્ટ પર ટ્રાવેલ્સ બસમાંથી દારૂ ઝડપાયો:ગુપ્તખાનામાંથી 60 બોટલ વિદેશી દારૂ મળ્યો, ₹18.40 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો:SOGએ ₹2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બેની ધરપકડ; જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝથી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment