Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત અમુલ ઘીનો જથ્થો ઝડપાયો:SOGએ ₹2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બેની ધરપકડ; જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝથી આવ્યો

    4 days ago

    ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં દરોડા પાડી ભેળસેળયુક્ત અમુલ ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની વ્યૂહાત્મક કાર્યવાહી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફૂડ અને ડ્રગ્સ વિભાગને સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડાની વિગત અને મુદ્દામાલ પોલીસે સૌપ્રથમ મહેતા માર્કેટમાં આવેલી 'હેત્વી સેલ્સ' નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં દુકાનદાર પ્રિતેષ હસમુખ લાલાણી (રહે. રતનપર) પાસેથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ટાંકી ચોક પાસે આવેલી 'જે.સી. એન્ડ કંપની' માંથી મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે જે.સી. એન્ડ કંપનીમાં તપાસ હાથ ધરતા ત્યાંથી 'અનન્યા' કંપનીના બોક્સમાં પેક કરેલા 'અમૂલ પ્યોર ઘી હોલસેલ પેકેજ' લખેલા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી સંચાલક રાજ જયેશ શકાણી અને જયેશ ચંદુલાલ શકાણીની અટકાયત કરી હતી. જપ્ત કરાયેલો મુદ્દામાલ અમુલ ઘીના ડબ્બા (22 નંગ): ₹2,20,000 મોબાઈલ ફોન (2 નંગ): ₹15,000 કુલ મુદ્દામાલ: ₹2,35,000 અમદાવાદ કનેક્શન ખુલ્યું પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભેળસેળયુક્ત ઘીનો આ જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી છે. જનતાને અપીલ SOG દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નકલી કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ સફળ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ અને SOG ટીમનો સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    21,500 ઉમેદવારોની PSI બનવા માટેની પરીક્ષા:ઇલેક્શન ફીવર વચ્ચે એક્ઝામ, સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓએ કહ્યું- નાનપણથી પોલીસ બનવાનું સ્વપ્ન હવે પૂરું થશે
    Next Article
    ગત વર્ષની તુલનાએ સોનાના ભાવ બમણા:અખાત્રીજનાં મુહૂર્તને સાચવવા લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળ્યા, ગત વર્ષની તુલનાએ ઘરાકી ઓછી હોવાનો વેપારીઓનો મત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment