Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહણ ટ્રેકર પર તૂટી પડી:પાંજરામાંથી મુક્ત કરતાં જ 'લક્ષ્મી' હિંસક બની; ઘાયલ વનકર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ

    4 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સિંહોના સ્વાસ્થ્ય માટે વન વિભાગની ડી-વોર્નિંગ કામગીરી વન વિભાગ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં સિંહોની સુરક્ષા અને માનવ-સિંહ સંઘર્ષના બનાવો ટાળવા માટે 'ડી-વોર્નિંગ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ઓપરેશન અંતર્ગત સિંહોને રેસ્ક્યુ કરી તેમના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે, જેથી વનરાજ વધુ તંદુરસ્ત રહી શકે. આ વાર્ષિક રક્ષણાત્મક કામગીરીના ભાગરૂપે જ સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ ચાલી રહી હતી. મુક્તિ સમયે ગભરાયેલી સિંહણનો અચાનક હુમલો સિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી ત્યારે તે શાંતિથી જવાને બદલે અચાનક પાછી ફરી હતી અને તીવ્ર ઝડપે દોટ મૂકી ટ્રેકર નકાભાઈ રામ પર તૂટી પડી હતી. નિષ્ણાતોના મતે, રેસ્ક્યુ બાદ સિંહણ તણાવમાં હોવી, પોતાની જાત પર ખતરો અનુભવવો અથવા પોતાના પ્રદેશની રક્ષા કરવાની આક્રમક વૃત્તિને કારણે આ પ્રકારનો હુમલો કર્યો હોઈ શકે છે. માનવોથી પરિચિત 'લક્ષ્મી' સિંહણનું આક્રમક વલણ હુમલો કરનાર આ સિંહણ વન વિભાગના ચોપડે 'લક્ષ્મી' તરીકે ઓળખાય છે. 'લક્ષ્મી' સામાન્ય રીતે માનવ હાજરીથી પરિચિત હોવા છતાં, તેણે કરેલા આ હુમલાથી વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિકોની આસપાસ અવારનવાર વિચરણ કરતી હોવા છતાં, તે આખરે એક વન્ય પ્રાણી હોવાથી તેની આક્રમકતાએ સૌને ચોંકાવી દીધા છે. ઈજાગ્રસ્ત ટ્રેકરની સારવાર અને સાવચેતીના આદેશ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) વિરલ સિંહ ચાવડાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ડી-વોર્નિંગ પ્રક્રિયા દરમિયાન સિંહણને મુક્ત કરતી વેળાએ આ દુર્ઘટના ઘટી હતી. હાલ ઈજાગ્રસ્ત ટ્રેકરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સ્ટાફને વધુ સાવચેત રહેવા સૂચના આપી છે. રાજુલા પંથકમાં દીપડાનો આતંક અને સર્ચ ઉલ્લેખનીય છે કે, રાજુલા તાલુકામાં માત્ર સિંહ જ નહીં પણ દીપડાનો ભય પણ વધ્યો છે. ૩ દિવસ પહેલા જ નવા આગરિયા ગામ નજીક એક દીપડાએ ૨ વ્યક્તિઓ પર હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ અને સ્કેનિંગની કામગીરી તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા- ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં કાલે બીજી મિટિંગ:CNNનો દાવો; બંને દેશોની ટેકનિકલ ટીમ અને નેતાઓ હાજર રહેશે; ઈસ્લામાબાદમાં જોરશોરથી તૈયારી
    Next Article
    અમીરગઢ ચેકપોસ્ટ પર ટ્રાવેલ્સ બસમાંથી દારૂ ઝડપાયો:ગુપ્તખાનામાંથી 60 બોટલ વિદેશી દારૂ મળ્યો, ₹18.40 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment