Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.60 કરોડના ખર્ચે સરકારી કચેરીને અપાશે કોર્પોરેટ લુક:રાજ્યમાં પ્રથમવાર પાલનપુરની કલેકટર કચેરી ₹18 મહિનામાં ગ્રીન બિલ્ડિંગ બનશે

    5 days ago

    રાજ્યમાં સૌપ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કલેકટર કચેરીને ગ્રીન બિલ્ડિંગ તરીકે રાજ્ય સરકારે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપી છે. અત્યાધુનિક કલેકટર કચેરીના ભવનનું નિર્માણ અંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે આ નૂતન ભવનને આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરાયું છે, જેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાઇકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓનો સમાવેશ કરાયો છે. કલેકટર કચેરીનું નિર્માણ કર્યાને વર્ષો વીતી ગયા હોય સરકાર દ્વારા નવીન કલેકટર કચેરીના ભવનનું નિર્માણ કરવાની મંજૂરી અપાતા તેનું વિધિવત્ ભૂમિપૂજન કરાયું હતું જેનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાશે અને અંદાજિત 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે. આ નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધાઓ તેમજ સર્વિસ સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે જિલ્લાવાસીઓને વધુ સગવડ પૂર્ણ અને ઝડપી વહીવટી સેવા મળશે. ડિઝાઇન આર્કિટેક્ટ પાસે તૈયાર કરાવાઇ અત્યારની કલેકટર કચેરી 6 હજાર મીટરની જગ્યા પર બનેલી છે જ્યારે નવી કલેકટર કચેરી 18,000 મીટર જગ્યામાં બનશે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી સ્પેશિયલ કેસમાં મંજૂરી મેળવીને કલેક્ટર કચેરીની ડિઝાઇન પ્રાઇવેટ બિલ્ડીંગની જેમ આર્કિટેક્ટ પાસે તૈયાર કરાવી છે જેથી તેને કોર્પોરેટ લુક આપી શકાય.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં 3 ઝોનમાં 192 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા:બ.કાંઠામાં શનિવારે 51169 છાત્રોની જ્ઞાનસાધના પરીક્ષા
    Next Article
    બનાસકાંઠાના વિભાજન બાદ બદલીનો ધમધમાટ:વાવ- થરાદ અને બનાસકાંઠા જીલ્લાફેર બદલી માટે 700 કર્મચારીઓની અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment