Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં 3 ઝોનમાં 192 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા:બ.કાંઠામાં શનિવારે 51169 છાત્રોની જ્ઞાનસાધના પરીક્ષા

    5 days ago

    બૃહદ બનાસકાંઠા જિલ્લામાં શનિવારે યોજાનારી જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા પાલનપુર, ડીસા અને થરાદ સહિત જિલ્લામાં 51,169 વિદ્યાર્થીઓ 192 કેન્દ્રો પર ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા આપશે, જે સવારે 11 થી બપોરે 1:30 વાગ્યા સુધી યોજાશે. બૃહદ બનાસકાંઠા જિલ્લામાં શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં 51,169 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં 192 કેન્દ્રો અને 1858 બ્લોકમાં પરીક્ષા આયોજન કરાયું છે. દરેક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. પરીક્ષા સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 સુધી ઓએમઆર પદ્ધતિથી લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષાના મેરિટ આધારે દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરાય છે.પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 9-10 માટે સ્વનિર્ભર શાળામાં વાર્ષિક રૂ.22,000 અને ધોરણ 11-12 માટે રૂ.25,000ની સ્કોલરશીપ મળશે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ સાથે ધોરણ 9-10માં રૂ.6,000 અને 11-12માં રૂ.7,000 સહાય મળશે. ઉપરાંત મફત બસ પાસ અને ડીબિટી દ્વારા સીધી બેંક ખાતામાં રકમ જમા થશે. યોજના હેઠળ 80 ટકા હાજરી ફરજિયાત રાખી છે.
    Click here to Read More
    Previous Article
    નિમણૂંક:બંને જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરાઈ
    Next Article
    રૂ.60 કરોડના ખર્ચે સરકારી કચેરીને અપાશે કોર્પોરેટ લુક:રાજ્યમાં પ્રથમવાર પાલનપુરની કલેકટર કચેરી ₹18 મહિનામાં ગ્રીન બિલ્ડિંગ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment