Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 કરોડનું ફુલેકું ફેરવનાર ઝડપાયો:કાકીજી સાસુને સારા વળતરની લાલચ આપી 26 કરોડની ઠગાઈ કરી, આરોપી સામે 8 ગુના

    9 hours ago

    LIC અને IPOમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપનાર ઠગ મિહિર પરીખની ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.મિહિર પરીખ અને તેની પત્ની તથા કર્મચારીઓ મળી કુલ છ લોકો સામે ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. મિહિરે પોતાની પત્નીની સગી કાકીને રૂપિયા રોકાણ કરી આપવાનું કહી કરોડોની છેતરપીંડી કરી હતી.મિહિર એન્ડ કંપનીએ 100 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું હોઈ શકે છે હાલ તેની વિરુદ્ધ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળી કુલ 8 ફરિયાદો નોંધાઈ છે. જેમાં ચીટિંગનો આંકડો 60 કરોડ સુધી પહોંચી રહ્યો છે. કાકી સાસુ સાથે 26 કરોડની ઠગાઈ આચરી પાલડીમાં રહેતા સોનલબેનની માતા મિહિરની પત્ની ધારાબેનની સગી કાકી થાય છે.થોડા વર્ષો પહેલા વૃદ્ધાના પતિનું અવસાન થયા બાદ ધારાબેન અને મિહિર તેમની પાસે ગયા હતા, જ્યાં તેમણે વાતચીત કરી. જે પણ રૂપિયાનું રોકાણ હોય તે એલઆઈસી કે આઈપીઓમાં કરી દેવા તેમને મનાવી લીધા હતા. વૃદ્ધા પોતાના સ્વજનોની વાતોમાં આવી ગયા હતા અને મિહિર, જે વર્ષોથી એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતો હતો (તેના પિતા પણ એજન્ટ હતા), તેના કહેવા મુજબ જુદી જુદી યોજનાઓમાં કુલ 26.40 કરોડનું રોકાણ કરી દીધું હતું. થોડા સમય માટે તો મિહિરે સારું વળતર પણ આપ્યું હતું. ત્યારબાદ વૃદ્ધાને પાકતી મુદતે ખૂબ જ મોટી રકમ મળશે તેવી લાલચ આપી હતી. LICમાં તપાસ કરી તો કોઈ પોલિસીમાં રોકાણ ન હોવાની જાણ થઈ પાકતી મુદતે રૂપિયાની જરૂર હોવાથી વૃદ્ધાએ મિહિર સાથે આ બાબતે વાત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં તેમણે એલઆઈસીમાં જઈ તપાસ કરતાં તેમની કોઈ જ પોલિસી કે રોકાણ નહોતું. જેને કારણે સ્તબ્ધ થઈ ગયેલી વૃદ્ધાએ પોતાની દીકરીને આ બાબતે જાણ કરી હતી. પૂરતી તપાસ કરતાં મિહિરે પત્નીની કાકીને 26.40 કરોડનો ચુનો લગાવી એલઆઈસીની બોગસ સ્લિપ, પાવતીઓ તથા સ્ટેટમેન્ટ આપ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે વૃદ્ધાની દીકરીએ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં મિહિર, તેની પત્ની ધારા, મિહિરની માતા ગીતાબેન તથા તેના સાથે સંકળાયેલા હેમરાજ, ભૂમિ શાહ, દીપેન પરમાર અને સાગર મોડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેને અનુસંધાનમાં આર્થિક ગુન્હા નિવારણ શાખાના એસીપી ચાવડાની ટીમે મિહિરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિરિ એન્ડ કંપનીએ લોકોને ઠગીને કરોડોની મિલકત વસાવી ઠગ મિહિર એન્ડ કંપનીએ લોકોને ઠગીને આંબલી-બોપલ રોડ પર 2019માં સાડા છ કરોડ રૂપિયાનો 6000 ચોરસ ફૂટનો ફ્લેટ લીધો હતો. ઉપરાંત તેની પાસે મોંઘીદાટ ગાડીઓ પણ હતી. ગાંધીનગરના સરગાસણ ખાતે પણ તેણે પ્રોપર્ટીઓ ખરીદી હતી.મિહિરનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધી શકે છે, તેથી તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત રજિસ્ટ્રાર ઓફિસમાં મિહિર અને તેના પરિવારજનો પાસે કેટલી પ્રોપર્ટી છે અને તે ક્યાં આવેલી છે તેની પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લૂંટારૂ ગેંગે થોડા દિવસ અગાઉ રેકી કરી હતી:વડોદરામાં ધોળે દિવસે સિનીયર સીટીઝન દંપતીને બંધક બનાવીને ચાકુની અણીએ થયેલી લુંટનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા, 14.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    પાટણમાં મતદાન બાદ મહિલાનું હૃદયરોગના હુમલાથી મોત:ચૂંટણી પંચને વળતર આપવા સ્થાનિક આગેવાનની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment