Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટારૂ ગેંગે થોડા દિવસ અગાઉ રેકી કરી હતી:વડોદરામાં ધોળે દિવસે સિનીયર સીટીઝન દંપતીને બંધક બનાવીને ચાકુની અણીએ થયેલી લુંટનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા, 14.93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    વડોદરા શહેરના સમા વિસ્તારમા બપોરના સમયે સિનીયર સીટીઝન દંપતીને તેમના જ મકાનમાં બંધક બનાવી ચપ્પુની અણીએ લુંટ ચલાવનાર ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે લૂંટારુઓ પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન અને રોકડ સહિત લાખો રૂપિયા 14.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં ગત 27 એપ્રિલના રોજ બપોરના સમયે ફતેગંજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીના મકાનમાં બે અજાણ્યા લૂંટારાઓ ઘુસી આવ્યા હતા. ત્યારબાદ તમે મતદાન કર્યું છે કે નહીં” તેમ કહી દંપતીને ચપ્પુ બતાવી ધમકાવી બંધક બનાવી દીધા હતા અને પત્નીના ગળામાંથી સોનાની ચેઇન, હાથની બંગડીઓ, વીંટીઓ તેમજ પતિની વીંટીઓ સહિત આશરે 10 તોલા સોનાના દાગીના, રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી અંદાજે રૂ.87 હજારની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા શહેર પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે બલકારસિંહ હરભજનસિંહ અને બલવીંદર સંધુને છાણી કેનાલ પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર મુદ્દસીરઅહેમદ ઉર્ફે વાહિદ મીરનું નામ સામે આવતા તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્રિપુટીની પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, અગાઉથી દંપતીના મકાનની રેકી કરી હતી. દંપતી એકલા રહેતા હોવાની અને તેમની પાસે નાણાં હોવાની માહિતીના આધારે લુંટની યોજના બનાવી હતી. બનાવના દિવસે બલવીંદર મોપેડ સાથે બહાર નજર રાખતો હતો. જ્યારે મુદ્દસીર અને બલકારસિંહ મકાનમાં પ્રવેશ કરી લુંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન, રોકડ અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત રુ.14.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    MI vs SRH IPL 2026 LIVE Score: Hardik Pandya departs for Mumbai Indians vs Sunrisers Hyderabad at Wankhede
    Next Article
    60 કરોડનું ફુલેકું ફેરવનાર ઝડપાયો:કાકીજી સાસુને સારા વળતરની લાલચ આપી 26 કરોડની ઠગાઈ કરી, આરોપી સામે 8 ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment