Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મતદાન બાદ મહિલાનું હૃદયરોગના હુમલાથી મોત:ચૂંટણી પંચને વળતર આપવા સ્થાનિક આગેવાનની રજૂઆત

    8 hours ago

    પાટણ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન કરીને બહાર નીકળેલા એક મહિલા મતદારનું હૃદયરોગના હુમલાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. બી. એમ. હાઈસ્કૂલના બૂથ પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક આગેવાને સરકાર અને ચૂંટણી પંચ પાસે વળતરની માંગ કરી છે. આ ઘટના 29-04-2026ના રોજ પાટણ નગરપાલિકાની ચૂંટણી માટેના મતદાન દરમિયાન બની હતી. પાટણ શહેરના માયા નગર સોસાયટીમાં રહેતા કમળાબેન અનિલભાઈ સોલંકી બી. એમ. હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ પર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓ મત્ કુટિરની બહાર આવતા જ અચાનક ચક્કર આવતા જમીન પર ઢળી પડ્યા હતા. ઘટના સમયે મતદાન મથક પર હાજર તબીબે તેમને સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ કમળાબેન સોલંકીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમનું મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ભરતકુમાર જયંતીલાલ ભાટીયાએ રાજ્ય ચૂંટણી આયુક્તને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે, લોકશાહીના પર્વ દરમિયાન મતદાન મથક પર જ મહિલા મતદારનું મોત થયું હોવાથી માનવતાના ધોરણે ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા તેમના પરિવારને યોગ્ય વળતર અને સહાય પૂરી પાડવામાં આવે. આ પત્રની નકલ પાટણ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    60 કરોડનું ફુલેકું ફેરવનાર ઝડપાયો:કાકીજી સાસુને સારા વળતરની લાલચ આપી 26 કરોડની ઠગાઈ કરી, આરોપી સામે 8 ગુના
    Next Article
    Domestic Air Traffic Rises To 4.37 Crore In March Quarter; Flight Delays Hit 1.21 Lakh Passengers Last Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment