Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ફાયર બ્રિગેડને મળ્યું 60 મીટરનું ટર્નટેબલ લેડર:હાઈરાઈઝ બિલ્ડિંગોમાં 20 માળ સુધી રેસ્ક્યૂ થશે, કમિશનર દીપેશ કેડિયાએ નિરીક્ષણ કર્યું

    10 hours ago

    જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને હવે વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જર્મન ટેકનોલોજી આધારિત 60 મીટરનું 'ટર્નટેબલ લેડર' ફાળવ્યું છે. આ નવું મશીન હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આશરે 20 માળ સુધી પહોંચીને આગ બુઝાવવા અને બચાવ કામગીરી કરવા સક્ષમ છે. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, સિટી એન્જિનિયર ભાવેશ જાની અને ડિવિઝનલ ફાયર ઓફિસર અનવર ગજણ સહિતની ટીમે આ નવા લેડરનું નિરીક્ષણ કર્યું હતું. અગાઉ ફાયર બ્રિગેડ પાસે 28 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ હતું, જે 10 માળ સુધી કામ કરતું હતું. ફાયર બ્રિગેડ પાસે કુલ 26 વાહનોનો કાફલો છે, જેમાં વિવિધ ક્ષમતાના ટેન્ડર, બાઈક, રેસ્ક્યુ ટેન્ડર અને કમાન્ડ કંટ્રોલ વ્હીકલ સામેલ છે. ઉપરાંત, 10 નવી રેસ્ક્યુ બોટ પણ ઉમેરવામાં આવી છે, જેમાં 4 રોબોટ આધારિત લાઈફ બોયાનો પણ સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    1860 બાકીદારોના વીજ કનેક્શન કપાશે:PGVCLની 80 ટીમો 70 લાખની વસુલાત માટે મેદાનમાં, દંડ સાથે બિલ ભરવું પડશે
    Next Article
    વાંકાનેર પાસે ડમ્પરે છકડો રીક્ષાને ટક્કર મારી:અકસ્માતમાં ગંભીરઈજા પહોંચતા યુવાનનું મોત, પોલીસે ડમ્પર ચાલકને પકડવા તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment