Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:સુરતના પરિવાર સહિત 18 મુસાફરો ઇજાગ્રસ્ત, 6ની હાલત ગંભીર; વૈષ્ણોદેવી દર્શન કરી કાશ્મીર જતી વખતે દુર્ઘટના સર્જાઈ

    6 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ ભરેલી એક ટેમ્પો ટ્રાવેલર વળાંક પરથી અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કુલ 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 6 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ વાહનમાં સુરતના રાંદેર રોડ ખાતે રહેતા જય શાહ અને તેમનો પરિવાર પણ સવાર હતો. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમોએ તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. દિવાળી વેકેશન માણવા 12 દિવસની ટૂરે નીકળ્યો હતો પરિવાર સુરતના ન્યુ રાંદેર રોડ પર દિવ્યા સોપ સામે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જય શાહ ગત 4 તારીખે પત્ની અને બે પુત્રો સાથે 12 દિવસના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર પહેલાં દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી વૈષ્ણોદેવી દર્શન માટે ગયો હતો. વૈષ્ણોદેવી દર્શન પૂર્ણ કર્યા બાદ પરિવાર આગળની યાત્રા માટે કાશ્મીર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન પહાડી માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. જય શાહને માથામાં ટાંકા આવ્યા, બંને પુત્રોને સામાન્ય ઈજા; ખતરા બહાર અકસ્માત દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘણા ટાંકા આવ્યા છે, પરંતુ હાલ તેઓ આઉટ ઓફ ડેન્જર’ છે. તેમની સાથે રહેલા બંને પુત્રો પ્રિયાંશ અને જીયાનને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે પત્ની પણ સાથે છે. હાલ સમગ્ર પરિવાર શ્રીનગર જિલ્લાની SKIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માતા-પિતા તિરુપતિ હોવાથી ચિંતા ન થાય એટલે અકસ્માતની જાણ ન કરી જય શાહે સગા-સંબંધીઓને આ બનાવ અંગે વાકેફ કર્યા છે. જોકે, તેમના માતા-પિતા હાલ તિરુપતિ બાલાજીની યાત્રા પર ગયેલા હોવાથી તેઓ ચિંતામાં ન મુકાય તે હેતુથી જય શાહે તેમને આ અકસ્માત અંગે કોઈ જાણ કરી નથી. તેમનો આ પ્રવાસ આગામી 17 તારીખ સુધીનો હતો, પરંતુ હવે ઈજાઓ અને શારીરિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળની યાત્રા ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેશે. જરૂર પડ્યે પરિવાર વહીવટી તંત્રની સહાયતા લેશે. પડોશીએ કહ્યું- ‘અમને મીડિયા દ્વારા જાણ થઈ, માતાજીની કૃપાથી પરિવાર સલામત’ જય શાહના પાડોશી પ્રશાંત શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, પરિવાર વૈષ્ણોદેવી દર્શન કરી કાશ્મીર જવાનો હોવાની અમને માહિતી હતી. તેઓ દિવાળી પહેલાં અમને ઘરની ચાવી સોંપીને ‘ધ્યાન રાખજો’ કહીને નીકળ્યા હતા. અકસ્માતની જાણ અમને મીડિયાના માધ્યમથી જ થઈ છે. જોકે, જયભાઈ અને તેમની ફેમિલી સેફ હોવાના અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના સમાચાર મળતાં મોટી શાંત્વના મળી છે. માતાજીની કૃપાથી તેઓ બચી ગયા છે અને સુખરૂપ સુરત પરત ફરે તેવી પ્રાર્થના કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    દિવાળી તહેવારમાં બોટાદમાં પ્રેમીપંખીડાનો આપઘાત:ગઢડાના કાળુભાર ડેમમાં તરતી લાશો મળી, અપરિણીત શખસ સાથે 2 સંતાનની માતાને પ્રેમ હતો, આપઘાતનું પગલું ભરતા પહેલાં યુવકે છેલ્લે ભાઈને ફોન કર્યો
    Next Article
    ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV:રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment