Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV:રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદાર રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો

    8 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આજે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાવ સામે આવ્યો છે. દુકાને જતા સમયે અકસ્માત સર્જાયો મળતી વિગતો અનુસાર, રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક રહેતા 36 વર્ષીય પ્રવીણભાઈ રત્નાભાઈ વાળા પોતાની એગ્રો દુકાને જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત ગત 8 તારીખે સર્જાયો હતો. CCTVમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ અકસ્મા‌તની સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી. આજે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટનાની વિગતો પ્રકાશમાં આવી હતી. વીડિયોમાં રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં બાઈકસવાર અકસ્માતનો ભોગ બનતા હોવાનું જોવા મળ્યું હતું. રખડતાં પશુઓના કારણે અકસ્માતોની ચિંતા રાજુલા-જાફરાબાદ પંથકમાં રસ્તા પર રખડતાં પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ખાસ કરીને નીલગાય, ભૂંડ સહિતનાં પશુઓ અચાનક રસ્તા પર આવી જતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માંડળ ગામ નજીક બનેલી આ જીવલેણ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને રસ્તા પર રખડતાં પશુઓની સમસ્યા અંગે ચિંતા ઊભી કરી છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:સુરતના પરિવાર સહિત 18 મુસાફરો ઇજાગ્રસ્ત, 6ની હાલત ગંભીર; વૈષ્ણોદેવી દર્શન કરી કાશ્મીર જતી વખતે દુર્ઘટના સર્જાઈ
    Next Article
    किरतपुर में स्मैक के साथ निशात गिरफ्तार, घर के बाहर खड़ी होकर बेच रही थी स्मैक

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment