Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, 60 વર્ષ બાદ ગ્રહોનો મહાસંયોગ:16 દિવસ ઘરે બેઠાં આ રીતે કરો પિતૃઓનું તર્પણ; જાણો પિતૃપક્ષ દરમિયાન શું કરવું અને શું નહીં

    1 day ago

    આવતીકાલ, 26 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થશે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વખતે લગભગ 60 વર્ષ પછી વિશેષ ગ્રહયોગ બની રહ્યો છે. તેમનું કહેવું છે કે, 1966 પછી 2026માં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અને શનિની વિશેષ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આ કારણે આ વખતનો 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષાચાર્ય અમર ડિબ્બેવાલા અનુસાર મહાલય શ્રાદ્ધની શરૂઆત ભાદ્રપદ શુક્લ પૂર્ણિમા એટલે કે 26 સપ્ટેમ્બરથી થશે અને ભાદ્રપદ કૃષ્ણ અમાવસ્યા, 10 ઑક્ટોબર સુધી ચાલશે. આ વખતે શ્રાદ્ધ પક્ષની શરૂઆત શનિવારથી થશે અને સમાપન પણ શનિવારે સર્વપિતૃ અમાવસ્યા પર થશે. આ દરમિયાન બુધાદિત્ય યોગ સાથે કેન્દ્ર-ત્રિકોણ અને એકાદશ સાથે જોડાયેલા યોગ બનવાની વાત પણ જ્યોતિષીય ગણનામાં કહેવામાં આવી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા મુજબ, પિતૃ પક્ષમા શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય અને અભિલાષાની પૂર્તિ થાય છે. વિદ્વાનો પાસેથી વિસ્તૃત માહિતી મેળવીને સરળતાથી શ્રાદ્ધ કર્મ કરી શકાય છે. પિતૃઓને તૃપ્ત કરીને તેમના આત્માની શાંતિ અને સદગતિ માટેની પ્રાર્થના કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધા અને ભાવ મુખ્ય છે. તિથિ ક્ષય છતાં 16 શ્રાદ્ધ આ વખતે કેટલાક પંચાંગોમાં પંચમી અને અષ્ટમી તિથિના ક્ષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં શ્રાદ્ધની સંખ્યા 16 જ રહેશે. જ્યોતિષાચાર્ય અનુસાર ધર્મશાસ્ત્રીય પરંપરામાં એક દિવસમાં સમયના અંતર અનુસાર બે તિથિના શ્રાદ્ધ કરવામાં આવે તેવી જોગવાઈ માનવામાં આવે છે. સર્વપિતૃ અમાસ પર શનિશ્ચરી અમાવસ્યા અને ગજછાયા યોગ 10 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા રહેશે. જ્યોતિષાચાર્ય અનુસાર આ જ દિવસે શનિશ્ચરી અમાવસ્યા અને ગજછાયા યોગનો સંયોગ પણ બની રહ્યો છે. પિતૃઓના નિમિત્તે તર્પણ, શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક કાર્યો માટે આ દિવસને વિશેષ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષાચાર્ય અમર ડિબ્બેવાલા અનુસાર સૂર્યનું કન્યા રાશિમાં ગોચર પિતૃ કર્મ માટે વિશેષ માનવામાં આવે છે. આ સાથે બુધાદિત્ય યોગ અને અન્ય શુભ યોગ બનવાથી આ સમયગાળામાં કરવામાં આવતાં તર્પણ, શ્રાદ્ધ, પાર્વણ શ્રાદ્ધ, એકોદિષ્ટ શ્રાદ્ધ અને તીર્થ શ્રાદ્ધ વગેરેને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. હવે જાણો શ્રાદ્ધ પક્ષમાં શું કરવું, શું ન કરવું… શ્રાદ્ધ ભોજન પીરસવાની રીત થાળીમાં ભોજન પીરસવાના ઓર્ડર, સ્થળ અને મૂળભૂત શાસ્ત્રો શ્રાદ્ધ માટે થાળીના ડાબે, જમણે, આગળ અને મધ્યમાં ચાર ભાગમાં (ચોરસ) પદાર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ થાળીમાં દેશી ઘી લગાવો. ચોખાને વચ્ચોવચ પીરસવા જોઈએ અને ખીર, શાક વગેરે જમણી બાજુ પીરસવા જોઈએ. આ પછી ડાબી બાજુએ લીંબુ, ચટણી અને કચુમ્બર પીરસો. દાળ, કઢી, પાપડ, ભજીયા, અડદના વડા અને લાડુ જેવી વસ્તુઓ સામે રાખો. છેલ્લે, ભાતને દેશી ઘી અને વઘાર કર્યા વગર પીરસો. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો શ્રાદ્ધ માટે તૈયાર કરવામાં આવતા ભોજનમાં ઓછામાં ઓછી એક એવી વસ્તુ તૈયાર કરો જે તમારા પૂર્વજોને પસંદ હોય. શ્રાદ્ધ ભોજન પીરસતી વખતે મનમાં ભેદભાવની ભાવના ન રાખો. જ્યાં સુધી શ્રાદ્ધ વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાના બાળકો, મહેમાનો અથવા ઘરના અન્ય કોઈ સભ્યને ભોજન ન આપવું.
    Click here to Read More
    Previous Article
    'સ્કૂલનું નામ સાંભળતાં જ દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે':'કોઈની સાથે વાત કરતી નથી, શું કરું?' જાણો બાળકોનો ડર દૂર કરવાની 8 સરળ રીત
    Next Article
    UPના સૌથી મોટા ગેંગસ્ટર અતીક અહમદની લોહિયાળ સત્યકથા:કાલથી જુઓ 55 એપિસોડની થ્રિલિંગ વીડિયો સિરીઝ ‘અતીક ચકિયા’, દરરોજ 3 નવા એપિસોડ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment